આગોતરા જામીનમાં તારીખ પડતાં DCB સમક્ષ થયો હાજર
આંખે જોવામાં અને કાને સાંભળવામાં તકલીફ હોવાથી પોલીસે મેડિકલ ચેકઅપ કરાવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
રાજ્ય નહિ દેશભરમાં ચકચાર જગાવનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં ગેમ ઝોનના સંચાલકો, જમીન માલિકો સામે ગુનો નોંધી પૂર્વ ટીપીઓ સહિત નવ જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કરી દીધા છે આ બનાવમાં વધુ એક આરોપી જમીન માલિક ડીસીબી ચઅસમક્ષ હાજર થતાં ધરપકડ કરી તપાસ કરતાં આરોપીને આંખે જોવામાં અને કાને સાંભળવામાં તકલીફ હોવાનું જાણવા મળતા પોલીસે આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં ગત 25 તારીખે લાગેલી ભીષણ આગમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી અને સીટની રચના કરવામાં આવી હતી ગેમ ઝોનના સંચાલકો ધવલ ભરતભાઇ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, તેના ભાઇ કિરીટસિંહ, પ્રકાશ કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઇ રાઠોડ અને તપાસમાં ખૂલે તે તમામ સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. જેમા સંચાલક પ્રકાશ હિરનનું ગેમ ઝોનમાં મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું દરમિયાન ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલ સહિતે યુવરાજ સોલંકી, નીતિન જૈન, અશોકસિહ જાડેજા, ધવલ ઠક્કર, રાહુલ રાઠોડ, મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનર ઓફિસર મનસુખ સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી તમામના રિમાન્ડ મેળવી પૂછતાછ કરી જેલહવાલે કર્યા હતા દરમિયાન ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપી અને જમીનના માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજાએ અગાઉ કોર્ટમાં આગોતરા જામીન અંગે અરજી કરી હતી. બાદમાં અરજી વિડ્રો કરી સામેથી હાજર થતા ક્રાઇમ બ્રાંચના સ્ટાફે તેની ધરપકડ કરી તપાસ કરતાં આરોપીને કાનમાં સંભળાતું ન હોય અને આંખે દેખાતું પણ ન હોય પોલીસે સિવિલ હોસ્પિટલમાં લઇ જઇ આરોપીનું ચેકઅપ કરાવી વધુ કાર્યવાહી કરી હતી. અગ્નિકાંડમાં જમીન માલિકની બેદરકારી છે કે કેમ તેની પોલીસે તપાસ હાથધરી છે.