ખાસ-ખબર સંવાદદાતા
કેલિફોર્નિયા સળગી રહ્યું છે. ગરમી વધી રહી છે. તાપમાનનો પારો 37થી 47 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે ફરી રહ્યું છે. તેના કારણે દક્ષિણી વિસ્તારમાં જંગલની આગ ફેલાઈ ગઈ છે. જેણે 4500 એકર જમીનને બાળીને ખાખ કરી દીધી છે. આ આગના કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત થઈ ચૂક્યા છે. 1500 ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે. કેલિફોર્નિયા પ્રશાસને આ આગને ધ ફેયરવ્યૂ ફાયર નામ આપ્યું છે. તેના કારણે રિવરસાઈડ કાઉન્ટીના લગભગ 2000 એકરનો વિસ્તાર બળી ચૂક્યો છે. કુલ 4500 એકર બળેલી જમીનમાં ફક્ત પાંચ ટકા વિસ્તારની આગને જ કાબુમાં લઈ શકાઈ છે. જે લોકોના મોત થયા છે તે બંન્ને મહિલાઓ હતી. એકની ઉંમર 77 અને બીજીની 73 વર્ષ હતી. નેશનલ વેધર સર્વિસે એક્સટ્રીમ હીટ વોર્નિંગ જારી કરી હતી. કહ્યું હતું કે આ ગરમી અને વધતું તાપમાનમાં રાજ્યના તમામ ભાગોમાં કહેર વરસાવી શકે છે. રિવરસાઈડ કાઉન્ટીમાં તો પહેલા આગે 500 એકરને બાનમાં લીધું પછી સાંજ સુધીમાં 2000 એકર જમીનને ખાખ કરી દીધી.
કેલિફોર્નિયામાં તાપમાન 47 ડિગ્રીએ પહોંચ્યું, જંગલની આગથી 4500 એકર ખાખ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/09/1-18.jpg)