ભારત-વેસ્ટઈન્ડિઝ ટેસ્ટ સીરિઝ નહીં રમાય? વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે આપ્યું ચોકાવનારું અપડેટ
ભારતીય ટીમ હાલ એક મહિનાના આરામ પર છે. આ પછી ટીમે જુલાઈની શરૂૂઆતથી વર્ષના અંત સુધી સતત ક્રિકેટ રમવું પડશે. ટીમ 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે, જ્યાં 2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી-20 મેચોની સીરિઝ રમવાની છે. જોકે, હજુ સુધી આ માટે ટીમની જાહેરાત કરવામાં આવી નથી. હવે આ પ્રવાસ પર યોજાનારી ટેસ્ટ સીરિઝને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
- Advertisement -
ભારત-વિન્ડીઝ ટેસ્ટ નહીં થાય?
વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયરનો ભાગ છે. ટીમ આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાની પૂરી આશા સાથે રમી રહી છે. આવી સ્થિતિમાં એક મોટો પ્રશ્ર્ન ઉભો થઈ રહ્યો છે કે શું વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ ભારત તરફથી ટેસ્ટ સીરિઝનો ભાગ બની શકશે કે નહીં. ક્વોલિફાયર 9 જુલાઈ સુધી રમાશે, જ્યારે ભારતે 12 જુલાઈથી પહેલી ટેસ્ટ મેચ રમવાની છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના એક અધિકારીએ આ અંગે નિવેદન આપ્યું છે.
સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ચેતેશ્વર પૂજારાને ડ્રોપ કરાયો
વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ છે. બીસીસીઆઈ દ્વારા ટેસ્ટ અને વન ડે બન્ને માટે ટીમની જાહેરાત કરાઈ છે. ચોકાવનારી વાત એ છે કે ચેતેશ્વર પૂજારને ટેસ્ટ ટીમમાંથી ડ્રોપ કરાયો છે. જ્યારે ટેસ્ટ ટીમમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડનો સમાવેશ કરાયો છે. ટેસ્ટમાં વાઈસ કેપ્ટન તરીકે રહાણેની પસંદગી કરાઈ છે. મુકેશ કુમાર પણ બન્ને ટીમમાં સમાવેશ કરાયો છે.