ટીમ ઇન્ડિયા કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને દક્ષિણ આફ્રિકાની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોચ્ર્યુનમાં રોકાશે
કાઠીયાવાડની મહેમાનગતિ : ઘૂઘરાં, વઘારેલો રોટલો, ઢોકળીના શાક ભોજનમાં પીરસાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 ક્રિકેટ સિરીઝનો ચોથો મેચ રાજકોટમાં 17 જૂનના રોજ રમાનાર છે. ત્યારે શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં રોકાવાની છે. 15 જૂન એટલે કે આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે ખેલૈયાઓ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટના પ્રખ્યાત ઘૂઘરા, ગાંઠિયા-જલેબી, વઘારેલો રોટલો અને ઢોકળીના શાકનો સ્વાદ માણશે.
સયાજી હોટેલમાં ભારતીય ખેલાડીઓના પોસ્ટર્સ પણ લાગી ચૂક્યા છે. જેમાં ભારતીય ટીમનું ગરબાથી તો સાઉથ આફ્રિકાના ખેલાડીઓને ફૂલોની માળા પહેરાવી આવકારવામાં આવશે. ભારતીય ટીમ બ્રેકફાસ્ટમાં ગાંઠિયા-જલેબી અને સાંજે ઘૂઘરાનો સ્વાદ માણશે. લંચમાં ઢોકળીનું શાક, વઘારેલો રોટલો અને ડિનરમાં રાજસ્થાની ફૂડ ઘેવર રબડી, કૈર સાંગરી, દાલબાટી અને ઇન્દોરી ચાટનો સ્વાદ માણશે.