પ્રલય ઔર નિર્માણ શિક્ષક કી ગોદ મે પલતે હે” ચાણક્યે કહેલી આ વાત અત્યારના સમયમાં પણ યથાર્થ ઠરે છે. ખાસ કરીને નિર્માણ કરવામાં શિક્ષકોની પાયાની ભૂમિકા રહી છે .તાપી જિલ્લામાં પણ શિક્ષકોએ નિર્માણની પરિભાષામાં વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને પુસ્તકો પહોંચાડીને ખરા અર્થમાં શિક્ષક ધર્મ નીભાવ્યો છે.કોરોના ની મહામારી ને કારણે હાલ આશ્રમશાળાઓ બંધ હોય શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને 100 થી 150 કિલોમીટર દૂર તેઓના ઘરે જઈને ને પુસ્તકો પહોંચાડ્યા છે.
તાપી જિલ્લો એ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. તાપી જિલ્લામાં 57 આશ્રમશાળાઓ આવી છે. આ આશ્રમશાળામાં તાપી જિલ્લા સહિત મહારાષ્ટ્રની સરહદે આવેલા ગામડાઓ,ડાંગ અને સેલવાસ સહિતના ના ગામોના 10,000 જેટલા બાળકો અભ્યાસ કરી રહયા છે.કોરોના ના કારણે હાલ આ બાળકો શાળામાં નથી આવી રહ્યા પરંતુ આ બાળકો ને શિક્ષણ સમયસર મળી રહે તે માટે શાળા ના શિક્ષકો સતત પ્રયત્નશીલ છે.તાપી જિલ્લાના આશ્રમશાળા આદિજાતિ વિકાસ અધિકારી એચ.એલ.ગામીત કહે છે કે” હાલમાં કોરોના ના કારણે બાળકો શાળાએ આવી રહ્યા નથી પરંતુ નવું સત્ર શરૂ થઈ ગયું હોવાથી આ બાળકોને પુસ્તકો તેઓના ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે. ઘણાં બાળકો એવા છે કે જે સેલવાસ ,દુધની, કપરાડા, ડાંગ નિઝર-ઉચ્છલ અને મહારાષ્ટ્રના બોર્ડરના ગામોમાંથી આવે છે. આ બાળકોને હાલ અમારા આશ્રમ શાળાના શિક્ષકો તેઓના ઘરે જઈને પુસ્તકો પુરા પાડી રહ્યા છે.વિદ્યાર્થી ગમે તેટલો દૂર કેમ ન રહેતો હોય પરંતુ અમારા શિક્ષકો આ બાળકોને સમયસર પુસ્તકો પહોંચાડી રહ્યા છે. સમગ્ર આશ્રમશાળામાં દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.આ બાળકોને ભણાવવા પણ શિક્ષકો તેઓના ઘર સુધી જઇ રહ્યા છે.
- Advertisement -
મગરકુઈ આશ્રમશાળા ના શિક્ષક પરમાર જયદીપ સિંહ કહે છે કે “અમે શિક્ષકો વિદ્યાર્થીઓ ના ઘર સુધી તેઓને ભણાવવા અને પુસ્તકો આપવા જઈએ છે.ઘણી વાર અમને તકલીફોનો સામનો પણ કરવો પડતો હોય છે.150 કિલોમીટર દૂર જઈને ઘણીવાર વિદ્યાર્થી કે તેના માતાપિતા મળતા નથી હોતા.કારણકે તેઓ મજૂરી માટે નાસિક કે મહારાષ્ટ્ર ના ગામો માં જતા હોય છે.આવા કેસો માં અમારે 3 થી 4 વાર બાળકો ના ઘરે જવું પડતું હોય છે.ઘણા શિક્ષકો બસ અને પોતાના વાહનો થકી જતા હોય છે.તેઓની એકમ કસોટી લેવા પણ તેઓ ના ઘર સુધી અમે જઈએ છે.અમારા માટે બાળકો નું શિક્ષણ મહત્વ નું છે. તેથી તેઓને તમામ સુવિધા પુરા પાડીએ છિએ