આઇસીએમઆર એ આઇઆઇટી કાનપુરના સહયોગથી આ મશીન બનાવ્યું જેનાં દ્વારા ઘરે પણ ટીબીનું ટેસ્ટ કરી શકાશે
ભારતે ટીબીની તપાસ માટે સ્વદેશી પોર્ટેબલ એક્સ-રે મશીનનું ઉત્પાદન કરીને આ રોગ સામેની લડાઈમાં મોટી સિદ્ધિ મેળવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે હેન્ડહેલ્ડ પોર્ટેબલ એક્સ-રે મશીન ટીબીની વહેલી તપાસને સક્ષમ કરશે અને સમયસર સારવાર પણ સુનિશ્ચિત કરશે.
ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીઝ ઈન્ડિયા 2024ની ઈન્ટરનેશનલ કોન્ફરન્સ દરમિયાન, આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલે કહ્યું કે હાથથી પકડેલા એક્સ-રે મશીનો ખૂબ જ મોંઘા છે, પરંતુ આઈઆઈટી કાનપુરની ભાગીદારીમાં આઇસીએમઆરએ હવે સ્વદેશી હાથથી પકડેલા એક્સ-રે મશીનો વિકસાવ્યાં છે જે મશીનની કિંમત પણ અડધી છે.
- Advertisement -
આ સાથે ટીબી ટેસ્ટ ઘરે પણ કરી શકાય છે. ટીબીની સારવાર માટે પ્રથમ વખત નાક દ્વારા દવાઓ પહોંચાડવાની પદ્ધતિ વિકસાવવામાં આવી છે આઇએએનએસ અનુસાર, ઇન્સ્ટિટ્યૂટ ઑફ નેનો સાયન્સ એન્ડ ટેક્નોલોજી મોહાલીના વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત એક પદ્ધતિ વિકસાવી છે. જેમાં ટીબીની દવાઓ નાક દ્વારા મગજમાં સીધી પહોંચાડવા આવશે.
મગજને અસર કરતી ટીબીને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ટીબી કહેવાય છે. આ એક સૌથી ખતરનાક ટીબી છે.દવાઓના અનુનાસિક વિતરણની નવી પદ્ધતિ મગજમાં ટીબીના બેક્ટેરિયાને હજાર ગણા સુધી ઘટાડી શકે છે.
આ માટે, આઇએનએસટી ટીમે ચિટોસન નામનાં કુદરતી પદાર્થમાંથી બનેલાં નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ કર્યો છે, જે ટીબીની દવાઓ નાક દ્વારા સીધી મગજમાં પહોંચાડે છે.