કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ટેક્સપેયર્સની સુવિધા માટે ઈ-અપીલ સ્કીમ લોન્ચ કરી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ એક નવી સુવિધા શરૂ કરી છે. CBDTએ ઈ-અપીલ સ્કીમ લોન્ચ કરી છે, જેની જાહેરાત આ વર્ષના બજેટ (બજેટ 2023)માં કરવામાં આવી હતી. ઈ-અપીલ સ્કીમ હેઠળ, ટીડીએસ અને ટીસીએસ સંબંધિત અપીલ અથવા સ્રોત પર એકત્રિત કરની અપીલ ઓનલાઇન કરી શકાય છે અને તેનો ઉકેલ પણ ઓનલાઈન કરી દેવાશે.
- Advertisement -
ઝડપી બનશે ટીડીએસ અને ટીસીએસ સંબંધિત ફરિયાદોનો ઉકેલ
એક વાર ઓનલાઈન ફરિયાદો કે અપીલ થયા બાદ તે જોઈન્ટ કમિશનર (અપીલ) સુધી પહોંચશે. ત્યારબાદ તેઓ આ અપીલોનો નિકાલ કરી શકશે અથવા તેમને ફાળવી શકશે અને તેમને સ્થાનાંતરિત પણ કરી શકશે. આ પ્રક્રિયાથી ટીડીએસ અને ટીસીએસ સંબંધિત ફરિયાદોના નિકાલની પ્રક્રિયા ઝડપી બનશે.
ટેક્સપેયર્સ ગમે ત્યાંથી અરજી કરી શકશે
જોઇન્ટ કમિશનર (અપીલ) પાસે કારણદર્શક નોટિસ ફટકારવાની અને સંબંધિત કાયદાઓ હેઠળ દંડ લાદવાની સત્તા પણ હશે. પરંતુ ફિઝિકલ મીટિંગના અભાવે તેમને સમન્સ ઇશ્યૂ કરવાની કોઇ સત્તા રહેશે નહીં. અપીલકર્તાની વ્યક્તિગત સુનાવણીની અપીલ વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. કર અધિકારીઓ દ્વારા જારી કરાયેલા આકારણી આદેશ સામે, અપીલકર્તાઓ તેમના કેસના સમાધાન માટે ગમે ત્યાંથી અરજી કરી શકશે અને સુનાવણીમાં હાજર રહી શકશે.
🔎 An Overview on the New e-Appeals Scheme 2023
- Advertisement -
◼ The Income Tax department has introduced the e-Appeals Scheme, a significant development aimed at streamlining the process of filing and processing appeals through electronic means. This scheme, launched by the Central Board of…
— CAclubindia (@CAclubindia) May 31, 2023
કરદાતાઓને રાહત મળશે
ઇ-અપીલ સ્કીમમાં વીડિયો કોન્ફરન્સિંગનો સમાવેશ કરવામાં આવશે. આ ટેકનોલોજીનો લાભ લઈને આ યોજનાનો હેતુ અપીલ પ્રક્રિયામાં સામેલ કરદાતાઓને સુવિધા પૂરી પાડવાનો અને તેમના માટે સુલભતા વધારવાનો છે. આ સાથે કરદાતાઓને આવકવેરાની કચેરીમાં જવું નહીં પડે.
કેન્દ્ર સરકારે ફાઈનાન્સ બિલમાં કર્યા ફેરફાર
કેન્દ્ર સરકારે ફાઈનાન્સ બિલમાં સુધારો કરીને નવા જોઈન્ટ કમિશનર (અપીલ)ને આવકવેરા કાયદામાં સામેલ કરી દીધા છે. સીબીડીટી આ હેતુ માટે આવકવેરા વિભાગના સંયુક્ત કમિશનરની પોસ્ટ પર લગભગ 100 લોકોની ભરતી કરશે.