ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.21
વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ હાથ ઘરી મીલકત ટાંચ જપ્તીની કાર્યવાહી કરેલ હતી.વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકા દ્વારા સને 2023-2024ના વર્ષની વેરા વસુલાત અભિયાનની ઝુંબેશ શરૂ કરેલ તેના અંતર્ગત બાકીદારોને નગરપાલીકા અધિનિયમની કલમ 132-133 તળે બીલો તથા નોટીશો આપવામાં આવેલ તેમ છતા કરવેરાની બાકી રકમ ભરપાઈ ન કરતા નીચેની વિગતે બાકીદારોના વોરંટ કાઢી મીલ્કત ટાંચ/જપ્તીમાં લેવામાં આવેલ છે.
- Advertisement -
જેમાં સંબારડા પ્રવીણાબેન નવીનભાઇ ,કમાલ સીદીભાઇ,મહાકાલી સાયકલ, મોહનાણી મંછારામ પાનોમલ, લાલવાણી ચંદ્રાબેન રૂપચંદ, શ્યામ પેન્ટીંગ પ્રેસ, માવઘીયા આર. જી., ચોહાણ અબ્બેમાન હસનભાઇ,કાંતી રોડ લાઇન્સ, સુમરા યુસુફ અ.રહીમ, મહેતા પીયુશ નટવર, પટેલ ઘર્મેન્દ્રકુમાર નટવરલાલ, વ્યાશ જયેશભાઇ, ફોફંડી વેલજી નારણ ઝવેરી અબ્દુલસતાર અબ્બેમાન, પીઠડ હરીભાઇ ચુનીલાલ મોમાઇ ઇલેકટ્રીક, વંશ મંજુલાબેન કાનજીભાઇ, વીસાવડીયા રામીબેન , ચુડાસમાં મનીશ હરીલાલ, ડો. વારીયા, મેણસીભાઇ વાસાભાઇ ગણેશ વગેરેની દુકાન કે મકાન જેના લકરવેરા ની રકમ બાકી હોય તે મિલકત ટંચમાં લેવામાં આવી છે.ઉકત બાકીદારો સિવાય અન્ય બાકીદારો ઉપર પણ જપ્તીની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તથા તેમના નામ જોગ ઢંઢેરો પીટાવવાની તથા નળ કનેકશન કાપવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. જેથી જાહેર જનતાને કરવેરાની બાકી રકમ વહેલીતકે ભરી જવા જાણ કરવામાં આવી છે.