મોટા એન્જિન, મોટા કર: GST 2.0 એ લક્ઝરી કાર પર ડ્યુટી વધારીને 40% કરી
ભારતના નવા GST સુધારાથી ઓટોમોબાઈલ ક્ષેત્રમાં નોંધપાત્ર કર ફેરફારો થશે. નાના પેટ્રોલ અને ડીઝલ કારને ઘટાડેલા દરોનો ફાયદો થશે, જ્યારે લક્ઝરી વાહનો અને હાઇ-એન્ડ ઇલેક્ટ્રિક કારને વધારાની કરવેરાઓનો સામનો કરવો પડશે. આ પરિવર્તનનો હેતુ કર માળખાને સરળ બનાવવાનો છે, જે નાના વાહનોના વેચાણને સંભવિત રીતે વેગ આપશે પરંતુ પ્રીમિયમ EV બજારના વિકાસને અસર કરશે.
- Advertisement -
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારામાં અમુક બાબતો પર ઘણા લોકો અસમંજસમાં છે કે, સાઈઝમાં મોટી અને મોંઘી કાર પર જીએસટી 28 ટકાથી વધી 40 ટકા થયો છે. જેથી આ કેટેગરીની કાર મોંઘી થશે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
2017માં જીએસટી રજૂ કરાયા બાદ પ્રથમ વખત પ્રીમિયમ કાર પર ટેક્સનું ભારણ ઘટ્યું છે. જેની પાછળનું કારણ દૂર કરવામાં આવેલા વધારાના સેસ છે. અગાઉ મોટી અને લકઝરી પેટ્રોલ-ડીઝલ કાર પર 28 ટકા જીએસટી ઉપરાંત વધારાનો સેસ લાગુ થતો હતો. જેના લીધે અંદાજે 50 ટકા આસપાસ કુલ જીએસટી ચૂકવવો પડતો હતો. પરંતુ નવી સુવિધામાં વધારાનો 22 ટકા કમ્પેન્શેસન સેસ દૂર કરવામાં આવ્યો છે. હવે માત્ર 40 ટકા જ જીએસટી ચૂકવવો પડશે.
કોઈ વધારાનો સેસ નહીં
- Advertisement -
ઓટોમેકર્સ અને ગ્રાહકોને જીએસટીમાં કરવામાં આવેલા આ સુધારા વિશે સ્પષ્ટતા હોવી જરૂરી છે કે, એકવખત 40 ટકા સ્લેબ લાગુ થયા બાદ કોઈપણ વધારાનો સેસ, સરચાર્જ ચૂકવવો પડશે નહીં. માત્ર નેટ જીએસટી જ ચૂકવવાનો રહેશે. આ સુધારો ઓટોમોબાઈલ સેક્ટરમાં મોટું પરિવર્તન લાવશે. જેથી મોટી અને મોંઘીદાટ કારની માગ વધી શકે છે. આગામી સમયમાં કાર ઉત્પાદકો પ્રીમિયમ સેડાન અને એસયુવીના ઉત્પાદનમાં વધારો કરી શકે છે.
![]() |
Source: E |
350CCથી ઓછા નાના વાહનો પણ સસ્તા થયા
જીએસટીના સ્લેબમાં ઘટાડો કરવાની સાથે 350 ccથી ઓછા ccના ટુવ્હિલર્સ સહિત નાની એન્ટ્રી-લેવલની કાર, થ્રી વ્હિલર્સ, બસ, ટ્રક પણ હવે 28 ટકાના સ્લેબમાંથી હટી 18 ટકાના સ્લેબમાં સામેલ થયા છે. જેથી તેની કિંમતોમાં પણ નોંધનીય ઘટાડો થશે. જુદી-જુદી કેટેગરીના વાહનોમાં અલગ-અલગ ભાવ ઘટાડાનો લાભ મળશે.