ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે(25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા સફારીના ચાલકે ગંભીર અકસ્માત કર્યો હતો. ટાટા સફારી કારના બેદરકાર ચાલક એવા હિતેશ વિનુભાઈ પટેલે રાહદારી અને વાહનચાલકોને અડફેટે લેતાં એક મહિલા સહિત 2નાં મોત થયાં હોવાનું જઙએ જણાવ્યું હતું, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
- Advertisement -
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ૠઉં18 ઊઊ 7887 નંબરની ટાટા સફારી કારના ચાલકે બેફામ કાર હંકારતાં રસ્તા પર ચાલતા લોકો અને વાહનચાલકોને ટક્કર મારી હતી. આ કાર પણ ચાલક હિતેશ પટેલના નામે નોંધાયેલી છે. આ અકસ્માતની જાણ થતાં પોલીસે જ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોનાં નિવેદનોના આધારે અકસ્માતની તપાસ હાથ ધરી છે. આ દરમિયાન પોલીસે બેદરકાર કારચાલકને રાઉન્ડઅપ કરી લીધો છે.
આ અંગે પ્રત્યક્ષદર્શીએ જણઆવ્યું હતું કે, જેણે અકસ્માત કર્યો તેણે અનહદ પીધેલો હતો. એટલું બધું ડ્રિંક્સ કરેલું કે તે ઊભા રહેવાની સ્થિતિમાં જ નહોતો. બધા લોકોએ તેને માર્યો અને સાઈડમાં ઊભો રાખ્યો. પછી કહ્યું કે હવે આપણે તેને મારવાની જરૂર નથી. સાઈડમાં બેસાડી દો, પોલીસ આવીને જોશે, પોલીસ 20થી 25 મિનિટ પછી આવી. ત્યાં સુધી ત્યાં લાશ પડી રહી હતી. તરત કોઈ એમ્બ્યુલન્સ ન આવી. કોઈ બેને તેને દુપટ્ટો ઓઢાડ્યો. એક બહેન તો ઓન ધી સ્પોટ મરી ગયાં છે. આ જગ્યાએ એ ભાઈએ ત્રણથી ચાર જગ્યાએ એક્સિડન્ટ કર્યા. આ ઘટનામાં લોકોનાં મોત થયાં છે.