જાહેરમાં જુગાર રમત 19 શકુનીઓ ઝડપાયા, રોકડ સહિત 21 લાખનો મુદ્દામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
- Advertisement -
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે તાલુકા પોલીસે બાતમી આધારે અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલ કોમ્પલેક્ષમાં નીચે જાહેરમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી 19 શકુનીઓને રોકડ, બાઇક, કાર, સહિત 21.32 લાખનો મુદામાલ કબજે કર્યો છે. રાજકોટના તાલુકા પોલીસ મથકના પીઆઇ હરિપરા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના કુલદીપસિહ જાડેજા, કૃપાલસિહ ઝાલા અને મયુરસિહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમી આધારે અંબિકા ટાઉનશીપ પાસે આવેલ તિરૂપતિ કોમ્પલેક્ષમાં નીચે ખુલ્લી જગ્યામાં દરોડો પાડતા શકુનીઓમાં નાસભાગ મચી ગઈ હતી પોલીસ જસ્મિન નટવરલાલ સામાણી, હિમાંશુ ધીરજલાલ ઊંજીયા, જય ચીમનભાઈ બરોચિયા, અર્પણ નટવરલાલ વાછાણી, પ્રિયંક ચંદુભાઈ સાયજા, રાજ કિશોરભાઇ ખાંટ, જયવિન મહેન્દ્રભાઈ ચોવટીયા, વિવેક વિઠ્ઠલભાઈ વડારીયા, મિથુન નરસિહભાઈ મેંદપરા, રવિ હસમુખભાઇ દેલવાડિયા, નિકુંજ રસિકભાઈ સાપરિયા, યશ સંજયભાઈ ભલાણી, રવિ અરવિંદભઇ ટિલવા, મિલન મનોજભાઇ કતીરા, ભગીરથ રમેશભાઈ વામજા, રાજ પ્રફુલભાઈ મીરાણી, મિલિંદ મૂળજીભાઈ પનારા, રાજ જિતેન્દ્રભાઈ ભેસદડિયા અને વિશાલ ગિરધરભાઈ ભલાણીને ઝડપી લઈ રોકડ 2,07,400 તથા બે કાર, 1 બાઇક સહિત 21,32,400નો મુદામાલ કબજે કર્યો હતો.