ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
તાલાલામાંથી પસાર થતા શહેરની શાનસમાન સાસણ ગીરથી સોમનાથ જતા સ્ટેટ હાઇ-વેમાં સાસણ રોડ ઉપર આવેલ દબાણો દૂર કરવા નાયબ કાર્યકપાલ ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ જૂનાગઢ દ્વારા નોટિસો આપવામાં આવતા દબાણકારોમાં દોડધામ મચી ગઇ છે.
- Advertisement -
શહેરની શાનમાં વધારો કરતા આમાર્ગ ઉપર અનેક સ્થળે કાચા પાકા દબાણો થઇ ગયા હોવાથી આ માર્ગ સાંકડો બની જવાની બાંધકામ વિભાગને ભિતી છે. જેથી આ માર્ગ ઉપરથી પસાર થતા પ્રવાસીઓ તથા પ્રજાજનોને કોઇ મુશ્કેલી પડે નહી એ માટે આ માર્ગ ઉપરનો ટ્રાફિક સંગીન અને સરળ બનાવવા બાંધકામ વિભાગે ઝુંબેશ શરૂ કરી છે. જેના અંતર્ગત ટ્રાફિકને અવરોધરૂપ દબાણો સાત દિવસમાં દૂ કરવા સાસણ રોડ ઉપરના તમામ પેશકદમીકારોને નોટિસો આપવામાં આવી છે. સ્ટેટ હાઇ-વે ઉપરના દબાણકારોને નોટિસો આપવામાં આવતા દબાણકારોમાં દોડધામ મચી ગઇ છે.