તાલાલા સ્થાનિક વહીવટી તંત્રએ વિવિધ વિભાગના અધિકારીઓ પ્રવાસમાં સાથે રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.18
તાલાલા વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે તાલુકાના 30 ગામોની મુલાકાત લઈ લોકો સાથે સંવાદ કર્યો હતો.આ દરમિયાન જંગલ ખાતું,મામલતદાર,તાલુકા પંચાયત,સીટી સર્વે,બાંધકામ,બાગાયત અને ખેતીવાડી વિભાગને લગતા વિવિધ ગામના લોકો દ્વારા 387 લોક પ્રશ્નો રજૂ થયા હતા જે પૈકી 50 જેટલા લોક પ્રશ્નોનું સ્થળ ઉપર સુખરૂપ નિવારણ થયું હતું.બાકીના પ્રશ્નો ની નોંધ લઈ ઘટતું કરવા ધારાસભ્ય એ ગ્રામીણ પ્રજાને ધરપત આપી હતી.
- Advertisement -
ધારાસભ્યના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન તાલાલા તાલુકાના સ્થાનિક વહીવટી વિભાગના વિવિધ અધિકારીઓ તથા પ્રતિનિધિઓ સાથે રહ્યા હતા.આ ઉપરાંત તાલાલા તાલુકાના વિવિધ ગામના સરપંચો,તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત સદસ્યો તથા પાર્ટીના પદાધિકારીઓ પણ આ પ્રવાસમાં જોડાયા હતા.