ચંદ્ર ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલાથી સુતક કાળ શરૂ થઇ જાય છે એટલે 7 સપ્ટેમ્બરે બપોરે 12.57 કલાકે સુતક કાળ શરૂ થઇ જશે. ગ્રહણની શરૂઆત રાત્રે 9 વાગ્યેને 58 મિનિટે થશે અને સમાપન મોડી રાત્રે 1 વાગ્યેને 26 મિનિટે થશે.
ચંદ્ર ગ્રહણ અને તુલસી
સૂર્ય-પૃથ્વી અને ચંદ્ર જ્યારે એક લાઇનમાં આવી જાય છે ત્યારે પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે અને ચંદ્ર ઢંકાઇ જાય છે, જેને ચંદ્ર ગ્રહણ કહે છે. ચંદ્ર ગ્રહણ સમયે તુલસીનું મહત્વ વધી જાય છે, પરંતુ આવા સમયે તુલસી સાથે જોડાયેલી કેટલીક ભૂલોથી બચવું જોઇએ.
- Advertisement -
પાન શુદ્ધ હોય અને ખંડિત ન હોય
તમે જે વસ્તુઓમાં તુલસીના પાન નાંખો તે પાન સ્વચ્છ અને પૂર્ણ હોવા જોઇએ, અશુદ્ધ કે ખંડિત પત્તીઓનો ઉપયોગ ન કરવો જોઇએ.
ખુલ્લી જગ્યામાં ન મુકો
ગ્રહણના સમયે તુલસીના છોડને ખુલ્લી જગ્યામાં ન મુકો , ગ્રહણની નકારાત્મક અસરથી બચાવવા તુલસીના કુંડા પર લાલ રંગ લગાવવો શુભ માનવામાં આવે છે.
સુતક
ગ્રહણનું સુતક લાગ્યા બાદ તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઇએ, આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે.
- Advertisement -
ક્યારે છે ચંદ્રગ્રહણ ?
7 સપ્ટેમ્બર 2025એ આ વર્ષનું બીજુ અને અંતિમ ચંદ્રગ્રહણ થશે.આ ગ્રહણ શનિની રાશિ કુંભ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં લાગશે.