– ક્વોલિફાઈંગ અને સુપર-12 રાઉન્ડનો અંત
તાજેતરમાં જ સમાપ્ત થયેલા ટી-20 વર્લ્ડકપ 2022નો ખીતાબ ઈંગ્લેન્ડે જીતી લીધો હતો. હવે આગલો વર્લ્ડકપ 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. આ વર્લ્ડકપ પહેલાં આઈસીસીએ મોટો ફેરફાર કર્યો છે જે પ્રમાણે હવેથી 12 નહીં બલ્કે 20 ટીમો ભાગ લેશે જેના કારણે ચાહકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
- Advertisement -
વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યાજમીનામાં રમાનારા વર્લ્ડકપમાં 20 ટીમો ભાગ લેશે જેમાં પાંચ ગ્રુપ બનાવવામાં આવશે અને દરેક ગ્રુપમાં ચાર-ચાર ટીમોને રાખવામાં આવશે. આ પછી દરેક ગ્રુપમાં ટોપ-2 ટીમો આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય કરશે. આ રીતે આઠ ટીમો વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મુકાબલા રમાશે અને તેમાં જીત મેળવનારી ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે અને ત્યારપછી બે ટીમ વચ્ચે ફાઈનલ રમાશે.
ટી-20 વર્લ્ડકપ-2021 અને 2022 ક્વોલિફાઈંગ રાઉન્ડમાં રમાયો હતા પરંતુ 2024માં આવું નહીં બને. તેમાં ક્વોલિફાઈંગ રાઉન્ડ તો નહીં જ હોય સાથે સાથે સુપર-12 સ્ટેજ પણ નહીં હોય. એકંદરે બે વર્ષ પછી રમાનારા આ વર્લ્ડકપને લઈને ચાહકો અત્યંત ઉત્સાહિત બની ગયા છે.
આ વર્લ્ડકપ માટે વિન્ડિઝ અને અમેરિકાએ મેજબાન હોવાને નાતે પહેલાંથી જ ક્વોલિફાય કરી લીધું છે. આ ઉપરાંત વર્લ્ડકપ-2022ના સુપર-12માંથી 8 ટીમોને સીધી એન્ટ્રી મળી છે જેમાં ભારત, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ સામેલ છે. આ ઉપરાંત આઈસીસી રેન્કીંગના આધારે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને પણ જગ્યા મળી ગઈ છે. હવે આઠ ટીમો વર્લ્ડકપ માટે ક્વોલિફાય થશે.