T20 વર્લ્ડ કપ 2024ના સેમિફાઇનલમાં ભારત બાદ આજની મેચ જીતીને અફઘાનિસ્તાનની એન્ટ્રી થઈ ગઈ અને આ સાથે જ ઓસ્ટ્રેલીયાની ટીમ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 તબક્કાની છેલ્લી મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં અફઘાનિસ્તાનની જીત થઈ છે અને બાંગ્લાદેશનો પરાજય થયો છે. અફઘાનિસ્તાનની આ જીત સાથે તે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે અને ઓસ્ટ્રેલીયાની ટીમ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
- Advertisement -
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 115 રન બનાવ્યા હતા. વરસાદના વિક્ષેપને કારણે 1 ઓવર કાપવામાં આવી હતી, જેથી બાંગ્લાદેશને 19 ઓવરમાં જીતવા માટે 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 105 રનથી હરાવીને મેચ જીતી લીધી હતી. રાશિદ ખાને આ દરમિયાન સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે બાંગ્લાદેશનો લિટન દાસ 54 રન બનાવીને અંત સુધી અણનમ રહ્યો હતો.
અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા. ટીમનો કોઈપણ બેટ્સમેન ઝડપી ઈનિંગ રમી શક્યો નહોતો અને જો કેપ્ટન રાશિદ ખાને છેલ્લે 10 બોલમાં 19 રન બનાવ્યા ન હોત તો કદાચ અફઘાન ટીમ 100નો આંકડો પાર કરી શકી ન હોત.
અફઘાનિસ્તાન હવે 27 જૂને ત્રિનિદાદમાં સાઉથ આફ્રિકા સામે સેમિફાઇનલ મેચ રમશે. જાણીતું છે કે અફઘાનિસ્તાનની ટીમ 2010થી T20 વર્લ્ડ કપ રમી રહી છે, હવે 2024માં તેણે પહેલીવાર T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.