પ્રેકટિકલ ટ્રેનીંગ પર જોર અપાશે: આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સથી લઈને બ્લોક ચેન સુધી છાત્ર જોડાશે : નવી સ્કીમની પહેલી એકઝામ આવતા વર્ષે
ખાસ-ખબર સંવાદદાતા
ચાર્ટર્ડ એકાઉન્ટન્સની (સીએ)ની નવા સીલેબસ 1 જુલાઈથી લાગુ થઈ ગયો છે.આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)થી લઈને બ્લોક ચેન સુધી….હવે સ્ટુડન્ટસ નવી ટેકનીક સાથે જોડાઈને આંતરરાષ્ટ્રીયસ્તરનો અભ્યાસ કરશે. જેથી તેની સોફટ સ્કીલ ડેવલપ થઈ શકે. ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડીયા (આઈસીએઆઈ)એ સીએના ભણતરને ઉભરતી ટેકનીક સાથે જોડીને ગ્લોબલ કરીકયુલમ પર જોર આપ્યું છે.સાથે સાથે એકઝામ અને પ્રેકટીકલ ડ્રેનીંગમાં પણ મોટા ફેરફાર થયા છે. ભણતરનું ફોકસ હવે પ્રેકટીકલ અને ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ પર હશે.
- Advertisement -
આર્ટીકલશીપ અર્થાત પ્રેકટીકલ ટ્રેનીંગ ત્રણના બદલે બે વર્ષની થશે. સી.એનો અભ્યાસ અને ટ્રેનીંગનાં ત્રણેય તબકકા-ફાઉન્ડેશન ઈન્ટર મિડીયા અને ફાઈનલનો સિલેબસ અને એકઝામની પેટર્ન બદલવામાં આવી છે. આઈસીએઆઈનાં પ્રેસીડેન્ટ સીએ અનિકેત સુનિલ તલાટી કહે છે એજયુકેશન અને ટ્રેનીંગની આ નવી સ્કીમ, નેશનલ એજયુકેશન પોલીસી સિવાય અભ્યાસના આંતર રાષ્ટ્રીય ધોરણો પર આધારીત છે. નવી સ્કીમ અંતર્ગત પ્રથમ ફાઉન્ડેશન એકઝામ મે 2024 માં યોજાશે. ફાઉન્ડેશન માટે રજીસ્ટ્રેશન 2 ઓગસ્ટથી શરૂ થશે.
30% સવાલ એમસીકયુ બહૂ વિકલ્પીય હશે
– નવી સ્કીમમાં એથિકસ અને ટેકનોલોજી પર ફોકસ છે. ફાઈનલ લેવલમાં બધા કોર વિષયોમાં તેમને સામેલ કરાયા છે.
– કોર્સને અન્ય વધુ ફીલ્ડ સાથે જોડવામાં આવશે. જેથી સ્ટુડન્ટમાં પ્રોફેશનલ ખૂબીઓ ડેવલપ થઈ શકે.
– મલ્ટીડીસીપ્લીનરી કેસ સ્ટડી પેપર ભણવુ પડશે. સાથે સાથે સ્પેશિયાલાઈઝેશન પણ કરી શકશે. આ ઓપન બુક પેપર જરૂરી હશે.
– બે વર્ષની આર્ટીકલશીપ અર્થાત પ્રેકટીકલ ટ્રેનીંગ હશે. દરમ્યાન કોઈ પરીક્ષા નહિં હોય. ટ્રેનીંગનાં અંતિમ તબકકામાં 9 થી 12 મહિનાની ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ લઈ શકશે.
– સ્ટુડન્ટ ઓનલાઈન મોડયુલની મદદથી પોતાની રીતે અભ્યાસ કરી શકશે.
– ઈન્ટરમીડીયેટ, ફાઈનલનાં દરેક વિષયમાં 30 ટકા કવેશ્ર્ચન મલ્ટીપલ ચોઈસ હશે. બન્ને લેવલમાં 6-6 પેપર હશે.