7 પેઢીને લાયસન્સ બાબતે નોટિસ ફટકારી
ખાસ-ખબર સંવાદદાતા
ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મવડી મેઇન રોડ, અંબાજી કડવા મેઇન રોડ તથા સ્વામિનારાયણ ચોકથી માલવિયા કોલેજ વિસ્તારમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ 20 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી તથા ચકાસણી દરમિયાન 7 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી તેમજ વેંચાણ થતાં ઠંડા પીણાં, આઇસ્ક્રીમ, બેકરી પ્રોડક્ટ, મીઠાઇ તથા ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલ વિગેરેના કુલ 16 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
જેમાં ડે-નાઇટ ફાસ્ટ ફૂડ, શ્રી બોમ્બે ચોપાટી આઇસ્ક્રીમ, શ્રી ભૈરૂનાથ નમકીન, હનુમંત કોલ્ડ્રિંક્સ, જય જલારામ સમોસા ભજીયા, મોમાઈ ફરસાણ, મયુર ભજીયાને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી તથા શિવ પાન કોલ્ડ્રિંક્સ, શ્રી વરૂડી ડેરી ફાર્મ, આઇશ્રી ખોડિયાર ડેરી ફાર્મ, રમેશ સ્વીટ માર્ટ, શિવ મંદિર કોલ્ડ્રિંક્સ, જલારામ ગોલા, એન્જલ કોલ્ડ્રિંક્સ, કનકાઈ સિઝન સ્ટોર, શ્રી રાજ આઈસ્ક્રીમ કેરીનો રસ, ઉમિયાજી જનરલ સ્ટોર, સહાજ કેક શોપ, પટેલ ફરસાણ, રામેશ્ર્વર ફરસાણની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.