ત્રણ દિવસથી સ્થાનિક લોકો તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી માંગ કરી રહ્યું છે
તંત્રની ઢીલી નીતિનો ભોગ લોકો બની રહ્યાં છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સ્વામિનારાણ મંદિર દ્વારા પેશકદમી થયા હોવાની સ્થાનિકોની ફરિયાદ ઉઠવા પામી હતી જ્યારે બીજી તરફ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વારનાં બાંધકામમાં સલામતી માટે પતરાની આડશ મારી હોવાનો ખુલાશો મિડ્યા સમક્ષ શ્રી પ્રેમસ્વરૂપદાસ કોઠારીસ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો.
જૂનાગઢમાં જવાહરરોડ સ્થિત જુના સ્વામિનારાણ મંદિરનાં પ્રેવેશદ્વારનું પુરજોસથી નવીનીકરણ કામગીરી હાલમાં ચાલતી હોય તેમજ ભોજનાલયનું નવા બાંધકામની કામગીરી શરુ હોય ત્યારે જાહેર રસ્તામાં તેમજ જાહેર ચોક ફરતે પતરા મારી દબાણ કર્યા હોવાની રજૂઆત સાથે સ્થાનિક લોકો તેમજ જનતાગેરેજના સભ્યો મહાનગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા. જો કે મહાનગર પાલિકાના કમિશનર દ્વારા ગંભીરતા સાથે પરિણામલક્ષી કોઈપણ કાર્યવાહી હાથ ન ધરતા મામલો ગરમાયો હતો અને મોડી સાંજ સુધી મહાનગરપાલિકા કચેરીએ જનતાગેરેજના સભ્યોએ ધામા નાખ્યા હતા અંતે પોલીસની મધ્યસ્થી સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
લોકોની માંગણી હતી કે ધાર્મિક તહેવારો જેવા કે, જન્માષ્ટમી, હોળી તેમજ નવરાત્રીની ગરબી માટે જાહેર ચોક આવેલ છે તે ખુલ્લો થવો જ જોઈએ ત્યારે બીજી તરફ દબાણની સ્થાનિક લોકોની રજૂઆત મુદ્દે મહાનગરપાલિકાના સીનીયર ટાઉન પ્લાનર ઓફિસર બીપીનકુમાર ગામીત સ્ટાફ સાથે દોડી તો ગયા હતા પરંતુ ક્યાંક યોગ્ય કાર્યવાહી કરવામાં ઢીલા પડતા હોવાની ફરિયાદ સાથે ફરીથી સ્થાનિક લોકો અને જનતાગેરેજના સભ્યોએ મહાનગરપાલિકા કચેરીએ મોડી સાંજ સુધી ધામો નાખ્યા હોય અને અંતે પોલીસની મધ્યસ્થી સમજાવટ બાદ હાલ મામલો થાળે પડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
સતત બે દિવસથી સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ વિષય બનેલ વિવાદમાં પ્રેમસ્વરૂપદાસ કોઠારીસ્વામી દ્વારા ખુલાસા સાથે જણાવ્યું હતું કે હાલ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વારતેમજ ભોજનાલયનું બાંધકામમાં સલામતી માટે પતરાની આડશ મારી છે જે હંગામી ધોરણે મારવામાં આવી છે અને મંદિરમાં હાલ ઉત્સવનો માહોલ છે જેથી ટુક સમયમાં જ નીયમાં મુજબ પતરા દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવવાનો ખુલાશો કર્યો હતો.
સમગ્ર ઘટનાનો અહેવાલ મેળવવા માટે મહાનગર પાલિકા કચેરીનાં કમિશનર દ્વારા મિડીયા સમક્ષ કાઈ પણ કહેવાની બહારથી જ ના પાડી મીડિયાને પણ અટકવવાનાં પ્રયત્ન કરવામાં આવ્યાં હતા ત્યારે અહીં એ પણ સવાલ છે કે કમિશનર શ્રી રાજેશ તન્ના દ્વારા સમગ્ર ઘટનાને ખાનગી રાખવાના પણ પ્રયત્ન શા માટે કરવામાં આવી રહ્યાં હશે અને બંધ બારણે શું રંધાયું હશે..?તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.
જો કે બીજી તરફ જવાહરરોડ અને જૂનાગઢ બંધ કરવા માટેની પણ જાગૃત નાગરિકો દ્વારા પણ સોશિયલ મીડિયા મારફત ચીમકી ઉચ્ચારવા આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે વિવાદનો અંત ક્યારે અને કેવી રીતે આવશે?




