આગામી તા. ૨૧મી ફેબ્રુઆરીએ રાજકોટ મહાનગરપાલિકાની તથા તા. ૨૮મી ફેબ્રુઆરીએ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણી પ્રક્રિયા સુચારૂ અને શાંતિપુર્ણ અને સલામત રીતે યોજાય તે માટે કુલ ૧૯૪૦૩ કર્મચારીઓનો પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે.
જેમાં રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનની ચુંટણીમાં ૪૯૫૫, ગોંડલ નગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં ૬૫૫, જેતપુર-નવાગઢ નગરપાલિકાની પેટાચુંટણીમાં ૬૫, રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી ૭૧૦૨, રાજકોટ તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં ૯૦૦, લાધિકા તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં ૩૧૮, કોટડાસાંગાણી તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં ૫૨૨, પડધરી તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં ૫૮૬, ગોંડલ તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં ૧૦૬૪, જેતપુર તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં ૭૯૨, ધોરાજી તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં ૪૦૮, જામકંડોરણા તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં ૫૨૨, ઉપલેટા તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં ૫૯૫, જસદણ તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં ૮૪૦ તથા વિંછીયા તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં ૫૫૫ એમ કુલ મળી ૧૯૪૦૩ કર્મચારીઓનો પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે.


