બિહારના ભોજપુરમાં તેના પરિવારનો સંપર્ક કરી કરાવ્યું મિલન
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ તા. 2ના રોજ રાત્રિના બાર વાગ્યાની આસ પાસ કાનજીભાઈ કરશનભાઈ પાંપાણીયા રહે સુત્રાપાડા વાળા સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને ફરજ પરના પી.એસ.ઓ અનિતાબેન વજુભાઈ બારડને મળેલ અને તેઓને વાત કરેલ કે રાત્રિના સમયે વ્યક્તિ કોઈ સરખી ભાષા બોલી શકતો નથી અને ભૂલો પડી ગયેલ હોય તેવો અમને લાગે છે.
તેથી આ અજાણ્યા વ્યક્તિને પોલીસ સ્ટેશન મૂકીને જતા રહેલ જે તે આ બાબતે વધુ તપાસ ઇન્ચાર્જ પી કે ગોહિલ પો.હેડ કોસ્ટેબલ ને સોંપતા તેઓએ આ વ્યક્તિની પૂછપરછ કરતા આ વ્યક્તિ કોઈ પણ ભાષા સારી રીતે બોલી શકતો ના હતો થોડું થોડું હિન્દી બોલી રહ્યો હતો અને સમજી પણ શકતો ન હતો જેથી સુત્રાપાડા પોલીસ સ્ટાફ બાજુમાં આવેલ ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ કંપનીમાં કામ કરતા બિહારના લોકોના સંપર્ક કરી તેઓને પોલીસ સ્ટેશન લાવી તેમની સાથે વાત કરાવતા આ વ્યક્તિ બિહારના ભોજપુર જિલ્લાનો રહેવાસી હોવાનું જણાય આવેલ હતું.
સુત્રાપાડા પોલીસએ બિહાર નજીકના પોલીસ સ્ટેશનને સંપર્ક કરી તેમના પરિવારને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા ત્યાંથી વિડીયોકોલ દ્વારા તેમના પરિવાર જોડે વાતચીત કરાવી હતી અને પરિવાર દ્વારા પણ સુત્રાપાડા પોલીસને જણાવેલ કે આ વ્યક્તિ ઓમ પ્રકાશ ભરતભાઈ છે અને તે માનસિક રીતે અસ્થિર છે અને ઘણા દિવસોથી ગુમ છે.
જેથી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તેમના પરિવારને સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા ત્યાર બાદ સુત્રાપાડા પોલીસે તેમના પરિવાર આ વ્યક્તિને સોંપી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.