ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથનાં સુત્રાપાડા શહેરમાં બી.એમ બારડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વર્ષ 2015માં સરકાર પાસેથી કુલ 4047.00 ચો.મી જમીન એક રૂપિયાના ભાડા પેટે લેવામાં આવેલ હતી. જે જમીનમાં 2000.00 ચો.મી.ની જમીન નિશાળના બાંધકામ માટે અને 226,00 ચો.મી.ની જમીન રમત-ગમતના મેદાન માટે આપવામાં આવેલ હતી. જે જમીન ટ્રસ્ટને આપવામાં આવેલ હતી. એમાં અન્ય કોઈ બાંધકામ કરવાની પરવાનગી ના હોવા છતાં રમત-ગમતના ખુલ્લા મેદાનમાં 43 જેવી દુકાનો બનાવી અમુક દુકાન ભાડે આપવામાં આવેલ હતી. આ બાબતે ગુજરાત હાઇકોર્ટમા જાહેર હિતની અરજી કરવામાં આવેલ હતી. જેમા તમામ આધાર-પુરાવા જોઈતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના કલેકટરને તાત્કાલિક તમામ દુકાનો સીલ કરવા આદેશ કરવામાં આવતા સુત્રાપાડા મામલતદાર દ્વારા દુકાનોમાં સીલ કરવામાં આવી હતી. વધુ સુનાવણી સોમવારે 19 ડિસેમ્બરે રાખવામાં આવી છે.
સુત્રાપાડા મામલતદારે ગેરકાયદે 43 દુકાનો સીલ
