ભૂલકાંઓની ખાધસામગ્રીનો જથ્થો બરોબર વેચાણ થતો હોવાની આશંકા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
રાજ્ય સરકારના સરકારી અનાજનું તો કાળા બજાર થતું હોવાનું જગ જાહેર છે પરંતુ આંગણવાડીમાં બાળકોના ભાગની ખાધ સામગ્રીનો જથ્થો પણ આંગણવાડી સંચાલકો બરોબર સગેવગે કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં થાનગઢ શહેરમાં આંગણવાડી 9માં બાળકોને આપવામાં આવતા નાસતા માટે સરકારમાંથી આવતી ખધસમગ્રીની ચીજવસ્તુઓ ખાનગી માલિકીના ઘરમાં હોવાની ચોક્કસ બાતમીને લઈ ચોટીલા પ્રાંત અધિકારી થાનગઢ સાઈધામ સોસાયટી ખાતે રહેતા હિતેન્દ્રસિંહ જાડેજાના મકાનમાં તપાસ હાથ ધરતા આંગળવાડી 9ની ખાધસામગ્રીની ચીજવસ્તુઓ જેમાં બાળશક્તિ 10 કિલો પાચ બોરી તથા પૂર્ણ શક્તિ 10 કિલોની એક બોરી એમ કુલ 6709 રૂપિયાનો મુદામાલ સીઝ કરી આંગળવાડી સંચાલક અંજનાબેન ત્રિભોવનભાઇ રાઠોડ અને સરકારી ખાધસમગ્રીનો જથ્થો રાખનાર હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.