માઘ મહિનાના શુક્લ પક્ષની સાતમે સૂર્ય જયંતિ મનાવવામાં આવે છે. આ વખતે આ 28 જાન્યુઆરી આવતીકાલે છે. મત્સ્ય પુરાણ મુજબ આ તિથિ આખી ભગવાન સૂર્યને સમર્પિત છે. આ દિવસે ભગવાન સૂર્ય માટે વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલુ સ્નાન, દાન અને પૂજાપાઠનુ અનેક ગણુ ફળ મળે છે.
સૂર્ય જયંતિને અનેક નામે ઓળખવામાં આવે છે
- Advertisement -
માન્યતા છે કે સૂર્ય જયંતિના દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી ભક્તોના જીવનમાં સુખ-શાંતિ આવે છે અને તેમની દરેક મનોકામના પૂરી થાય છે. સૂર્ય જયંતિને સૂર્ય સપ્તમી, રથ સપ્તમી, માઘ સપ્તમી અને અચલા સપ્તમી પણ કહેવામાં આવે છે.
ભગવાન સૂર્ય દેવને સમર્પિત છે આ વ્રત
હિન્દુ ધર્મમાં આ તિથિ ભગવાન સૂર્યને સમર્પિત છે. આ સૂર્ય દેવના જન્મના રૂપમાં પણ મનાવવામાં આવે છે, તેથી તેને સૂર્ય જયંતિ કહે છે. માન્યતા મુજબ, જે મહિલાઓ અચલા સપ્તમીનુ વ્રત રાખે છે, તેમનાથી સૂર્ય દેવ ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. આ વ્રત મહિલાઓને મુક્તિ, સૌભાગ્ય અને સૌદર્ય પ્રદાન કરનારું હોય છે. સૂર્ય દેવના આ વ્રતને વિધિપૂર્વક અને નિયમો સાથે રાખવુ જોઈએ.
- Advertisement -
સૂર્ય જયંતિના વ્રતની વિધિ
-આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન વગેરે પતાવી નાખો.
-આ દિવસે નદીમાં સ્નાન કરવાનુ ઘણુ મહત્વ છે.
-સ્નાન કર્યા બાદ ઉગતા સૂર્યને પાણી ચઢાવો. પાણી અર્પણ કરતી વખતે સૂર્ય મંત્ર અથવા પછી ગાયત્રી મંત્રનો જાપ કરો.
-ત્યારબાદ વ્રતનો સંકલ્પ લો.
-ત્યારબાદ સૂર્યની અષ્ટદલી પ્રતિમા બનાવો અને પૂજન કરો. સૂર્ય દેવની તસ્વીરની સામે પણ પૂજા કરી શકાય છે.
-પૂજામાં લાલ ચંદન, લાલ પુષ્પ, અક્ષત, ધૂપ અને ઘીના દીવાનો ઉપયોગ કરો.
-સૂર્ય દેવને લાલ રંગની મિઠાઈનો ભોગ ધરાવો.
-પૂજન બાદ બ્રાહ્મણને દાન અવશ્ય આપો.