આરોગ્ય વિભાગ અને પોલીસે સંયુક્ત ચેકિંગમાં ગેરરીતિ પકડી, લોકોના આરોગ્ય સાથે ચેડા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલી વિહાના હોસ્પિટલમાં ડિગ્રી વગર એલોપથીની પ્રેક્ટિસ કરતા બે ડોક્ટરને બી-ડિવીઝન પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યા છે.
ચેકિંગ દરમિયાન ડોક્ટર અભિષેક ગોહેલ (ઇઇંખજ) હોમિયોપેથીની ડિગ્રી ધરાવતા હોવા છતાં એસોસિએટ ફિઝિશ્યન તરીકે દર્દીઓને એલોપેથિક દવાઓ લખતા હતા. જ્યારે બીજા ડોક્ટર આશિષ કાંજીયા ખઇઇજ હોવાનું જણાવતા હતા, પરંતુ તેમના રજિસ્ટ્રેશન નંબરની તપાસમાં તે ખોટો હોવાનું સામે આવ્યું હતું.
હોસ્પિટલમાં દર્દીઓને નિયમ વિરુદ્ધ દાખલ કરીને ગંભીર સારવાર અપાતી હોવાનું પણ બહાર આવ્યું છે. તંત્ર દ્વારા બંને ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના કારણે જિલ્લાની અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ બોગસ ડોક્ટરોની ચર્ચાએ જોર પકડ્યું છે.