ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગની બોલેરો કારને ગઈ કાલે મોડી રાત્રીના સમયે લીંબડી હાઈવે પર અકસ્માત નડ્યો છે જેમાં ખાણ ખનિજ વિભાગની ટીમ રાત્રિ દરમિયાન હાઈવે પર પેટ્રોલીંગમાં હોય તેવા સમયે લીંબડી હાઈવે પર જાખણ ગામથી કટારીયા ચેકપોસ્ટ તરફ જતી ખનિજ વિભાગની બોલેરો કારને આઇશર ચાલક દ્વારા ટક્કર મારતા બોલેરો કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી જોકે સદનસીબે બોલેરો કારના સવાર ખનિજ વિભાગના કર્મચારીઓને સામાન્ય ઇજા સુવે કોઈ ગંભીર ઇજાઓ પામી નથી પરંતુ સરકારી કારને મોટું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.



