રાજકોટમાં આત્મહત્યામાં 1.6 ટકા જેટલો નજીવો ઘટાડો થયો, 2020માં 433 મોત સામે 2021માં 426 મોત નોંધાયા હતા
ગુજરાતમાં 2021માં પાછલા વર્ષની સરખામણીમાં આત્મહત્યાના બનાવોમાં 9.2 ટકાનો વધારો થયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)ના અહેવાલ મુજબ, રાજ્યમાં 2020 માં આત્મહત્યામાં 8,050 લોકોનાં મોત નીપજ્યાં હતાં, પરંતુ 2021 માં આ આંકડો વધીને 8,789 પર પહોંચી ગયો હતો. સુરત અને અમદાવાદમાં આત્મહત્યાની સંખ્યામાં સતત વધારો થયો છે. સુરતમાં આત્મહત્યાનાં સૌથી વધુ બનાવ બન્યા છે જયારે અમદાવાદ બીજા નંબરે છે.
- Advertisement -
અમદાવાદમાં 2021માં આત્મહત્યાથી 991 લોકોના મોત થયા છે, જ્યારે 2020માં 871 અને 2019માં 763 લોકોએ આત્મહત્યા કરી હતી. સાબરમતી નદીમાં મૃત્યુની સંખ્યામાં પણ પાછલા વર્ષની સરખામણીએ વધારો જોવા મળ્યો છે. જોકે કેટલાક અકસ્માતો હોઈ શકે છે, ફાયર બ્રિગેડ દ્વારા નદીમાંથી બચાવવામાં આવેલા મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે તેમણે પોતાનું જીવન ટુંકાવવા નદીમાં ઝંપલાવ્યું હતું. 2021માં આવી ઘટનાઓમાં 26 ટકાનો વધારો થયો છે. નદીમાં ડુબવાથી થતાં મૃત્યુમાં 34 ટકાનો વધારો થયો છે. 2019માં ફાયર બ્રિગેડને 108 જેટલા રેસ્ક્યુ કોલ મળ્યા હતા, જેમાં 88 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 20 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.2020માં આવા કોલ વધીને 142 થયા હતા જેમાં 98 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 29ને બચાવી લેવામાં આવ્યા હતા. 2021માં 179 કોલ્સ મળ્યા હતા. જેમાંથી 132નાં મોત નીપજ્યાં હતાં અને 47ને બચાવી લેવામાં આવ્યા હતા. જીવન આસ્થા સુસાઇડ હેલ્પલાઇન સાથે સંપર્ક રાખનારા નિવૃત્ત ઇન્સ્પેક્ટર પ્રવિણ વાલેરાએ જણાવ્યું હતું
ગુજરાતમાં ત્રણ વર્ષમાં આપઘાતનું પ્રમાણ વધ્યું
ગુજરાતમાં નોંધાયેલા આત્મહત્યામાં ચાર મુખ્ય શહેરોમાં તેનું પ્રમાણ છેલ્લા ત્રણ વર્ષમાં વધ્યું છે, જે દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ છે. 2021માં ગુજરાતમાં નોંધાયેલા તમામ આત્મહત્યાનાં બનાવો પૈકી સુરતનાં 12 ટકા હતા.જે 2019 માં 10.3 ટકા હતા. 2021માં અમદાવાદનાં બનાવોનું પ્રમાણ 11.2 ટકા હતું જયારે 2019માં 9.9 ટકા હતું. રાજ્યમાં નોંધાયેલી આત્મહત્યાની દર ત્રણમાંથી એક ઘટના એટલે કે 31.47 ટકા ચાર મુખ્ય શહેરોમાં નોંધાઇ હતી. 2021માં ગુજરાતમાં 8,789 લોકોએ આત્મહત્યા કરી હતી, તેમાં સૌથી વધુ 2,465 લોકોએ પારિવારિક સમસ્યાઓનાં કારણે જીવન ટુંકાવ્યું હતું.જ્યારે 1,788 લોકોએ બિમારીથી કંટાળીને, પ્રેમ સંબંધમાં નિષ્ફળતાનાં કારણે 635 લોકોએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાનાં 1,926 એટલે કે 22 ટકા એવા કેસ છે જેમાં આત્મહત્યાનું કારણ દર્શાવાયું નથી.