સુરત શહેરમાં અમરોલી વિસ્તારમાં પોલીસ સ્ટેશનની પોલીસની વાન માં તોડ પાણી કરતાં પોલીસ કોન્સ્ટેબલ નો વીડિયો સામે આવ્યો છે સુરત શહેરમાં અમરોલી વિસ્તાર માંથી પોલીસવાનમાં આરોપી પાસે છે રૂપિયા 200 લઈ પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો સામે આવ્યો છે આ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરાઇ છે પોલીસ કોન્સ્ટેબલે આરોપીને પોલીસ સ્ટેશનથી કોર્ટમાં લઈ જવા નું કહી પોલીસ વાનમાં બેસાડી તેને ધમકાવી અને આરોપી પાસે રૂપિયા 200 નું તોડ પાણી કરીને આરોપી પાસે રજીસ્ટર માં સહી કરાવી છોડી દેવામાં આવ્યો હતો આ વીડિયો સામે આવતાં અમરોલી પોલીસ સ્ટેશનમાં ચકચાર મચી જવા પામ્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી ને તેમને કોર્ટમાં લઈ જવામાં આવ્યાં હતાં
સુનિલ ગાંજાવાલા
સુરત