સુરતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નો અનેરો અવસર સ્ત્રીની ભાવના અને સમાજમાં મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાન ની ઉજવણી કરે છે આ વર્ષે કોવિડ -19 મહામારી સામેની લડાઈમાં ભાગ લેનાર સુરત પોલીસ નાં મહિલા ફ્ન્ટલાઈનસૅને જી.આઈ.એ. ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન એ શ્રીમદ રામચંદ્ર લવ એન્ડ કેર નું મહિલા સશક્તિકરણ અભિયાન-” રાજ ઉપહાર” નાં ગીફ્ટ પેકેટ્સ થી બિરદાવી સુરતનાં કમિશનર ઓફ પોલીસ શ્રી અજય તોમર ના હસ્તે આ અભિયાનની શરૂઆત ૬ઠ્ઠી માર્ચનાં રોજ કરવામાં આવી મહિલા પોલીસ કર્મચારીઓ પ્રત્યેકૃતરીતા દર્શાવતાં આ ગીફ્ટ પેકેટ્સ તેમના સન્માનનું પ્રતીક તો બન્યા જ પણ સાથે જ ” રાજ ઉપહાર” માં કામ કરતી સેકડો આદિવાસી મહિલાઓની આજીવિકાનું સાધન પણ બન્યાં છે
સુનિલ ગાંજાવાલા
સુરત