કોરોના ના કારણો સુરતમાં છેલ્લા દસ મહિનાથી બંધ મનોરંજન અને જાહેર કાર્યક્રમો માટે બંધ રખાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ કાર્ય વિવિધ પ્રકલ્પો ખુલ્લા થઈ ગયાં છે કોરોના માટે સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈન નાં અમલ સાથે પ્રકલ્પો માં બુકિંગ અને પ્રવેશ સાથે કાર્યક્રમ શરૂ કરવામાં આવશે દસ મહિના બાદ સુરતમાં લોકોનાં મનોરંજન માટે નાં પ્રકલ્પ શરૂ થતાં હવે લોકોનાં સામાજિક કાર્યક્રમ માટેના રસ્તા પણ ખુલ્લાં થાયાં છે સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાણી સંગ્રહાલય તો ખુલ્લું મૂકવામાં આવ્યું છે પરંતુ હવે બીજા તબક્કાની ગાઈડ લાઈન જાહેર કરાતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, રંગ ઉપવન, સાયન્સ સેન્ટર, પાર્ટી પ્લોટ જયાં લોકોનાં જાહેર અને સામાજિક કાર્યક્રમ થાય છે વાવ પ્રકલ્પો પણ ખુલ્લાં મુકાયાં છે આ ઉપરાંત સુરતના સેન્ટ્રલ ઝોન માં આવેલું ઐતિહાસિક ગોપી તળાવ ને પણ શરૂ કરવામાં આવ્યું છે ઓડિટોરિયમ, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલમાં આયોજન કરવા માટે ઓનલાઇન બુકિંગ કરાવવાનું રહેશે સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈન નો અમલ ફરજીયાત કરવાનું રહેશે
સુનિલ ગાંજાવાલા
સુરત