સ્લમ વિસ્તારના 70, સ્પેશિયલ કિડ્સ સહિત 400થી વધુ બાળકો ભાગ લેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વર્ષ 2003થી ડાન્સ શીખવાડતી સુરભી ડાન્સ એકેડેમી દ્વારા ફરી એક વખત ‘સ્કીલકારી – ધ ટેલેન્ટ શો’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં નાના બાળકોથી લઈને યુવાનો પોતાના ડાન્સ ટેલેન્ટને રજૂ કરવાના છે. આ ટેલેન્ટ શો 6 જૂલાઈના રોજ બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધી હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર છે. સુરભી ડાન્સ એકેડેમીમાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ પ્રોફેશનલ ડાન્સ શીખે છે. સુરભી ડાન્સ એકેડેમીમાં વેસ્ટર્ન ડાન્સના તમામ પ્રકાર જેવા કે હિપ-હોપ, સાલસા, કોન્ટેમ્પરરી, લોકીંગ-પોમ્પીંગ, ઝબાવોકીઝ, ટયુટ, બોલીવુડ, જાઝ, ગરબા, ક્લાસિકલ ફોક ડાન્સની પ્રોફેશનલ ટ્રેનીંગ આપવામાં આવે છે. આ એકેડેમીમાં 25 વર્ષથી લઈને તમામ ઉંમરના લોકોને ડાન્સ શીખવવામાં આવે છે. આ ટેલેન્ટ શોમાં આશરે સંસ્થાના 400થી વધુ બાળકો ભાગ લેશે. અહીંથી ટ્રેનીંગ લીધેલા ઘણા ડાન્સર્સને એકેડેમી તરફથી ગુજરાત તથા ઓલ ઈન્ડિયા લેવલે કોમ્પિટિશનમાં લઈ જવામાં આવે છે. તેઓ પ્રથમ, દ્વિતીય, તૃતીય એવા સારા ક્રમાંકે સિદ્ધિ પણ મેળવેલ છે. સુરભી ડાન્સ એકેડેમી પોતાની વાર્ષિક ઈવેન્ટ તરીકે ડાન્સ ટેલેન્ટ શોનું ભવ્ય આયોજન કરે છે. સુરભી ડાન્સ એકેડેમીના ઓનર રૂપેશ ત્રિવેદીએ જણાવેલ છે કે આ ઈવેન્ટમાં ભાગ લેનારને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. આ ડાન્સ શોને સફળ બનાવવા માટે ઓનર રૂપેશ ત્રિવેદી, અક્ષીત ગોંધિયા, રિદ્ધિ ત્રિવેદી, પ્રકાશ પરિયાર, આશિષ તરમાકર, રસીક પંડ્યા, મન રાઠોડ, ક્રિષ્ના તન્ના, રીવા માવાણી અને આયુષ ધામેચા જહેમત ઉઠાવી રહ્યા છે.