ઉત્તરાખંડના જોશીમઠ મામલે હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે અને તેને બદલે અરજદારને હાઈકોર્ટનો સંપર્ક સાધવાનો ઓર્ડર આપ્યો.
ઉત્તરાખંડના જોશીમઠમાં ધસી રહેલા ઘરોના મામલે તત્કાળ કાર્યવાહી કરવા માટે અરજદાર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેની પર આજે સુનાવણી થઈ હતી.
- Advertisement -
ઉત્તરાખંડ હાઈકોર્ટમાં જાવ- સુપ્રીમ
સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંકટગ્રસ્ત જોશીમઠને રાષ્ટ્રીય આપદા જાહેર કરવા માટે કોર્ટના હસ્તક્ષેપની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઈનકાર કરી દીધો હતો. ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ પી એસ નરસિમ્હા અને જે બી પારડીવાલાની ખંડપીઠે અરજદાર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને તેમની અરજી સાથે ઉત્તરાખંડ હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. સુપ્રીમની ખંડપીઠે એવું પણ કહ્યું કે તમારે જે પણ ફરિયાદ હોય તે લઈને હાઈકોર્ટ પહોંચો.
Joshimath land subsidence | SC refuses to entertain a plea seeking immediate intervention by it to direct Centre to assist in reparation work & providing urgent relief to people of Joshimath
SC permits petitioner to approach U'khand HC with plea to declare it a national disaster pic.twitter.com/xjKcb2NCx6
- Advertisement -
— ANI (@ANI) January 16, 2023
કોણ ફરિયાદ લઈને પહોંચ્યું હતું સુપ્રીમમાં
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જોશમઠ મામલે સુપ્રીમના હસ્તક્ષેપની માગ કરી હતી. અરજદારે દલીલ કરી છે કે મોટા પાયે ઔદ્યોગિકરણને કારણે જોશીમઠમાં ઘરો ધસી રહ્યાં છે અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક નાણાકીય સહાય અને વળતરની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે માનવ જીવન અને તેમની ઇકોસિસ્ટમના ભોગે કોઈ વિકાસની જરૂર નથી અને જો આવી કોઈ વસ્તુ થવી હોય, તો તે રાજ્ય અને કેન્દ્ર સરકારની ફરજ છે કે તે યુદ્ધના સ્તરે તેને તાત્કાલિક બંધ કરે.
શું છે જોશીમઠ સંકટ
બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ અને આંતરરાષ્ટ્રીય સ્કીઇંગ ડેસ્ટિનેશન ઔલી જેવા પ્રસિદ્ધ તીર્થસ્થાનોના પ્રવેશદ્વાર એવા જોશીમઠમાં ઘરોમાં તિરાડ પડી રહી છે અને જમીન ધસી રહી છે. અત્યાર સુધી 200થી પણ વધારે ઘરોમાં તિરાડ પડી છે અને તંત્ર દ્વારા જોખમી મકાનોને તોડી પાડવામાં આવી રહ્યાં છે જોકે લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે લોકોની માગ છે કે પહેલા તેમને ઠરીઠામ કરવામાં આવે, વળતર કરવામાં આવે અને પછી મકાનો કે દુકાનો તોડવામાં આવે.