સામાન્ય પ્રવાહના પરીક્ષા ફોર્મ 17મી સુધી ભરાશે
શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ આવી ચૂક્યું છે જેમાં એક અથવા બે વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ શિક્ષણ બોર્ડે જાહેર કર્યું છે.
- Advertisement -
આ પૂરક પરીક્ષા આગામી 10 જુલાઈથી શરૂ થશે અને 14 જુલાઈ સુધી અલગ-અલગ વિષયોની પરીક્ષા યોજાશે.
ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 અથવા 2 વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં માત્ર એક વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની જ પૂરક પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 10 અને 12માં દરરોજ પરીક્ષાનો સમય સવારે 10થી 1.15 દરમિયાન પહેલું પેપર અને બપોરે 3થી 6.15 દરમિયાન બીજું પેપર લેવાશે.
સામાન્ય રીતે 10થી 14 જુલાઈ દરમિયાન એક દિવસમાં બે વિષયની પરીક્ષા લેવામાં આવશે. ધોરણ-10 અને 12માં સવારે 10:00 થી 1:15 સુધી પહેલું પેપર અને બપોરે 3:00 થી 6:15 સુધી બીજું પેપર લેવાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ અગાઉ 14 જૂન નિયત કરવામાં આવી હતી. જે લંબાવીને હવે 17 જૂન સાંજે 5 કલાક સુધી કરવામાં આવી છે.
ધોરણ 10
10 જુલાઈ બેઝિક ગણિત, ગુજરાતી
11 જુલાઈ સ્ટાન્ડર્ડ ગણિત, અંગ્રેજી
12 જુલાઈ વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન
13 જુલાઈ ગુજરાતી (દ્વિતીય ભાષા)
14 જુલાઈ દ્વિતીય ભાષા (વોકેશનલ) ધોરણ 12 સાયન્સ
10 જુલાઈ ગણિત, જીવવિજ્ઞાન
11 જુલાઈ રસાયણ વિજ્ઞાન, અંગ્રેજી
12 જુલાઈ ગુજરાતી, કમ્પ્યૂટર, ભૌતિક વિજ્ઞાન