મનપા હસ્તકની લાયબ્રેરીના ડે.લાયબ્રેરીયન સુનીલ દેત્રોજાને પુસ્તકોનું જ્ઞાન જ નથી
સુનીલને અંગ્રેજી આવડતું ન હોવા છતાં અંગ્રેજી પુસ્તકોના ઓર્ડર આપે છે: ટેન્ડર બહાર પાડ્યા વગર જ પુસ્તકો ખરીદે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનો વધુ એક વિવાદ બહાર આવ્યો છે. મહાનગરપાલિકા હસ્તક લાયબ્રેરીના ડેપ્યુટી લાયબ્રેરીયન સુનીલ દેત્રોજા પાસે પુસ્તકોનું જ્ઞાન જ નથી. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને લાયબ્રેરીયન નરેન્દ્ર આરદેશણાના આશીર્વાદથી સુનીલ દેત્રોજા ડે.લાયબ્રેરીયન બન્યા છે. વર્ષ 2003-04માં સુનીલ દેત્રોજા રૈયા નગરપાલિકામાં રોજમદાર તરીકે નોકરી કરતા હતા ત્યાંથી તેઓને પ્રમોશન આપીને ડેપ્યુટી લાયબ્રેરીયન જેવું જવાબદારીનું પદ આપ્યું. પરંતુ સુનીલ દેત્રોજા પોતાના મત મુજબ લાયબ્રેરીનું સંચાલન કરી રહ્યા છે. લાયબ્રેરીમાં અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો ખરીદવા માટે એક કમિટી હોવી જરૂરી છે. સુનીલ દેત્રોજા બારોબાર પુસ્તકોનો ઓર્ડર આપી છે. રૈયા રોડ, બાપા સીતારામ ચોક નજીક આવેલી બાબુભાઈ વૈધ લાયબ્રેરીમાં એક ઓડિટોરીયમ હોવા છતા ત્યાં કોઈ સાહિત્યિક કે બુક ટોકના કાર્યક્રમ થતા નથી. જો કોઈ બુક ટોક કે સાહિત્ય સભાનું કહે તો સુનીલ દેત્રોજા ઘસીને ના પાડી દે છે. મહાપાલિકાની લાયબ્રેરીમાં કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીની ભરતી કરે છે જે લોકો પાસે પણ પુસ્તકોનું જ્ઞાન હોતું નથી. લાયબ્રેરીના અણધડ વહીવટનો પ્રશ્ર્ન રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં દેવાંગ માંકડ અને મનીષ રાડિયાએ પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો ત્યારે નરેન્દ્ર આરદેશણા ભોઠા પડ્યા હતા. રાજકોટની એક માત્ર અંગ્રેજી પુસ્તકો ધરાવતી અમીન માર્ગ પર આવેલી રોટરી મીડટાઉન લાયબ્રેરીના કર્મચારીઓને આરદેશણા યેનકેન પ્રકારે હેરાન કરી રહ્યા છે અને પુસ્તકો ખરીદવા માટેની ગ્રાન્ટ પણ નથી આપતા. નરેન્દ્ર આરદેશણાની સૂચનાથી સુનીલ અને દિલીપ મીરાણી ઉર્ફે દિલો પટ્ટાવાળાએ પીઆઈની મશ્ર્કરી કરી હતી ક્યારે પીઆઈએ ખાસ કિસ્સામાં આરદેશણાને ઓફિસે બોલાવી આગવી ઢબે પૂછપરછ કરી હતી. આ પીઆઈ અત્યારે એસીપી તરીકે ફરજ બજાવે છે. એક સમયે કવિયિત્રી ગોરા ત્રિવેદીને બુક ટોક કરવી હતી પરંતુ તેની સાથે પણ નરેન્દ્ર આરદેશણાએ ગેરવર્તન કરીને બુક ટોકની ના પાડી હતી.
ડેપ્યુટી લાયબ્રેરીયન જેવા મહત્વના પદની ગરીમાને શર્મસાર કરતાં સુનીલ દેત્રોજા