સૈન્યના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદી સંગઠન અલ શબાબે જલેસિયાદ મિલિટરી એકેડમીમાં આત્મઘાતી હુમલો કર્યો હતો. આ આતંકવાદી સંગઠન સોમાલિયાના ગ્રામીણ વિસ્તારોમાંથી કામ કરે છે અને મોટાભાગે રાજધાનીના હાઈપ્રોફાઈલ વિસ્તારોને નિશાન બનાવે છે. સેનાએ ગયા વર્ષે આતંકવાદીઓના કબજા હેઠળના વિસ્તારને કબજે કરવા અને તેમના નાણાકીય નેટવર્કને તોડી પાડવા માટે આક્રમણ શરૂ કર્યું હતું.
સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં સોમવારે એક આત્મઘાતી બોમ્બરે લશ્કરી તાલીમ એકેડમીને નિશાન બનાવી હતી. આ વિસ્ફોટમાં 25 જવાનો શહીદ થયા હતા અને 40થી વધુ જવાનો ઘાયલ થયા હતા. આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા અલ શબાબે આ હુમલાની જવાબદારી લીધી છે.
- Advertisement -
સેનાના એક અધિકારીએ આપી માહિતી
સૈન્યના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદી સંગઠન અલ શબાબે જલે સિયાદ મિલિટરી એકેડમીમાં આત્મઘાતી હુમલો કર્યો હતો. આ આતંકવાદી સંગઠન સોમાલિયાના ગ્રામીણ વિસ્તારોમાંથી કામ કરે છે અને મોટાભાગે રાજધાનીના હાઈપ્રોફાઈલ વિસ્તારોને નિશાન બનાવે છે. સેનાએ ગયા વર્ષે આતંકવાદીઓના કબજા હેઠળના વિસ્તારને કબજે કરવા અને તેમના નાણાકીય નેટવર્કને તોડી પાડવા માટે આક્રમણ શરૂ કર્યું હતું.