અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા મેળવ્યા બાદ શરૃ થયેલા આતંકી હુમલા દિવસે ને દિવસે મોટુ સ્વરુપ ધારણ કરી રહ્યા છે. અહીં આઇએસ નામનું આતંકી સંગઠન નાગરિકો અને તાલિબાનોને નિશાન બનાવી હુમલા કરી રહ્યું છે. આવો જ એક હુમલો કુંઝુદ પ્રાંતમાં શિયા મુસ્લિમોની મસ્જિદ પર કરવામાં આવ્યો હતો જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા મોટા ભાગના શિયા મુસ્લિમો છે. આ હુમલાની જવાબદારી આઇએસએ નથી લીધી, જોકે તાલિબાને સત્તા મેળવી પછી અફઘાનિસ્તાનમાં સૌથી વધુ હુમલા આઇએસ જ કરતુ આવ્યું છે તેથી તાલિબાનને પણ આ સંગઠન પર જ શંકા છે. જે કુંઝુદ પ્રાંતમાં આ હુમલો થયો ત્યાંના પોલીસ વડા દોસ્ત મોહમ્મદ ઓબૈદાએ કહ્યું હતું કે આ હુમલામાં મસ્જિદમાં હાજર મોટા ભાગના લોકો માર્યા ગયા છે. આ એક આત્મઘાતી હુમલો હતો, હુમલાખોર આતંકીએ મસ્જિદમાં લોકોની વચ્ચે જઇને પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો.
- Advertisement -