શાહરુખ ખાને તેની પુત્રી સુહાના ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્કીઝનું પોસ્ટર ટ્વિટર પર શેર કર્યું છે.
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્કીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. હાલમાં જ તેનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં સુહાનાનો રેટ્રો લુક જોવા મળી રહ્યો છે. સુહાનાની ફિલ્મના પોસ્ટર પર શાહરુખ ખાને એક ટ્વિટ કર્યું છે.
- Advertisement -
પોસ્ટર શેર કરીને શાહરુખે લખ્યું આવું
શાહરૂખ ખાને આ પોસ્ટરને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું છે. શાહરુખ ખાને આ વાત શૅર કરતાં લખ્યું- ‘મને યાદ છે કે સેંકડો વર્ષ પહેલાં જ્યારે હું નાનો હતો ત્યારે આર્ચીઝ ડાઈજેસ્ટનું બુકિંગ અગાઉથી ભાડા પર કરતો હતો. નોસ્ટાલ્જિયા. હું આશા રાખું છું કે આ ફિલ્મમાં પણ એક મોટી સફળતા મેળવશે. આખી ટીમને ખૂબ જ પ્રેમ અને ઓલ ધ બેસ્ટ.
I remember when I was young ( millions of years ago ) would book my Archie’s Digest in advance to rent. Nostalgia. I hope Big Moose is also in the film! All the best to the whole cast and love. pic.twitter.com/KBnWEGx4BV
— Shah Rukh Khan (@iamsrk) June 12, 2023
- Advertisement -
પોસ્ટરમાં ફિલ્મના કલાકારો એકસાથે જોવા મળ્યાં
પોસ્ટરમાં ફિલ્મના કલાકારો એકસાથે બેઠેલા જોવા મળે છે. ખુશી કપૂર સોફામાં બેઠેલી જોવા મળી રહી છે. સુહાના ખાનની વાત કરીએ તો તે સોફાની પાછળ ઉભી જોવા મળી હતી. પોસ્ટરમાં આખી સ્ટારકાસ્ટ સ્ટાઇલિશ અને રેટ્રો લુકમાં જોવા મળી રહી છે. હવે દરેક લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મના આ નવા પોસ્ટરના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.
ફિલ્મમાં સ્ટાર કિડ્સ ભજવી રહ્યાં છે ભૂમિકા
‘ધ આર્કીઝ’માં સુહાના ખાનની ઉપરાંત બોની કપૂર અને શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર ઉપરાંત અમિતાભ બચ્ચની દૌહિત્રી
અગસ્ત્ય નંદા પણ ‘ધ આર્ચી’થી ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત વેદાંગ રૈના, યુવરાજ મેંદા અને મિહિર આહુજા સ્ટારર ફિલ્મ પણ આ ફિલ્મમાં લીડ રોલમાં હશે. ‘ધ આર્કીઝ ફિલ્મ કોમિક પર આધારિત છે.