મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિના કારણે શેરડીનું ઉત્પાદન ઓછું થતાં ખાંડના ભાવ વધવાની સંભાવના
ખાસ-ખબર સંવાદદાતા
ચાલુ સીઝનમાં ખાંડનું ઉત્પાદન ઘટવાના કારણે ભાવ ઉંચા રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આટલુ જ નહિં આંતર રાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવમાં વધારો ચાલુ છે. આ સ્થિતિમાં ભારતથી ચીનની નિકાસની સંભાવના ઘટી રહી છે.
જાણકારોનાં અભિપ્રાય મુજબ દેશમાં ખાંડના ભાવો પર લગામ કસવા માટે સરકાર આજ સાર્થક ઉપાય બચ્યો છે. ઈકરાનાં રિસર્ચ રિપોર્ટ મુજબ એપ્રિલ-જુલાઈ 2023 દરમ્યાન ઘરગથ્થુ ખાંડના ભાવ 36 રૂપિયા પ્રતિ કિલો હતા જે ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમ્યાન 37 થી 39 રૂપિયા ગયા છે.
આના માટે માંગમાં વધારો અને પુરવઠામાં ઘટને કારણ માનવામાં આવે છે. આ પરિસ્થિતિમાં આવનારા દિવસોમાં ખાંડના ભાવ વધવાની આશંકાનો ઈન્કાર ન કરી શકાય.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે તે ઘરેલુ ખાંડ ઉત્પાદન 15 સપ્ટેમ્બર 2023 સુધી 32.76 મીલીયન ટનની નજીક રહ્યું છે.
જે ગત સીઝનથી ઓછુ છે. ઉત્પાદન ઘટવા માટે મહારાષ્ટ્રમાં અતિ વરસાદના કારણે શેરડીનું ઓછુ ઉત્પાદન કારણ રહ્યું છે. ઘરેલુ ખાંડના ભાવ સરેરાશ પુરા વર્ષમાં 35.6 રૂપિયા કિલો રહ્યા છે. જે ગત વર્ષ 2022 કરતા વધુ છે.