નિતાંતરીત: નીતા દવે
દર્દ ત્યારે દવા બની જાય છે, જ્યારે… પીડા પરાકાષ્ઠામાંથી પસાર થઈ જાય છે.!
- Advertisement -
દરેક માનવી જીવન આખું સુખની શોધમાં ફરતો રહે છે.પરંતુ દુ:ખ આપણા જીવનનું એક અભિન્ન ભાગ છે તે આપણે હંમેશા વિસરી જતા હોઈએ છીએ. આમ પણ સુખની કિંમત સમજવા માટે પણ દુ:ખ નો અનુભવ થવો જરૂરી છે. પરંતુ જ્યારે કોઈ તકલીફ કે દુ:ખ તેની નકકી કરેલી સહન શકિતની સીમા રેખાને પાર કરી જાય ત્યારે એ તક્લીફ તેના વિસ્તરણ નો રસ્તો શોધી લેતું હોય છે..જેને આપણે સામાન્ય રીતે શરીરની પીડા કે રોગ નાં રૂપ માં જીવતાં હોઇએ છીએ.દરેક જીવન કોઈને કોઈ સમયે પેઈન માંથી પસાર થતું જ હોય છે. પેઈન શબ્દ સાંભળીએ એટલે પહેલો વિચાર આપણી આંખ સામે ફિઝિકલ પેઈન નો જ આવે. પરંતુ ફિઝિકલ પેઈન માટે તો આપણા મેડિકલ સાયન્સે ાફશક્ષસશહહયિ શોધી જ રાખી છે. ઙફશક્ષસશહહયિ દવાનું કામ એ હોય છે કે શરીરના જે ભાગમાં તકલીફ છે એટલા ભાગ ને સંવેદનહીન બનાવી દેવાનું!… પરંતુ જે તકલીફ સંવેદનાથી જ મળતી હોય એવા દર્દનું નિવારણ શું? આજનો માનવી કેટકેટલી આંતર પીડાઓથી પીડાય છે. ક્યાંક લાગણીનો અતિરેક, તો ક્યાંક પ્રેમની ઓછપ ! તો વળી ક્યાંક વિશ્વાસઘાત, દ્વેષ, ઇર્ષા ને ગુસ્સો ! માનવ મનની તકલીફના અનેક કારણો છે. ગણવા બેસીએ તો યાદી ઘણી લાંબી થાય.
સમય નિરંતર ચાલતો પ્રવાહ છે. સતત ચાલતી આ સમયની ટીક ટીક સાથે માનવી દોડતા તો શીખ્યો પણ સ્થિર બની ઊભો રહેતાં નથી શીખી શક્યો ! દરેક વ્યક્તિને પોતાની એક દોડ છે, કંઇક પામવાની..મેળવવાની દોડ ! જ્યારે આ અનંત દોડના અંતે નિરાશા સાંપડે ત્યારે વ્યક્તિ આવા પેઇન નો ભોગ બને છે. આપણે એન્ટીબોડી વિશે તો સાંભળ્યું, વાંચ્યું, અને અનુભવ્યું પરંતુ” ાફશક્ષ બજ્ઞમુ” વિશે આપણને કશી માહિતી જ નથી. એ શબ્દ ની શરુઆત અર્થ સાથે ‘ધ વર્લ્ડ સ્પિરિચ્યુઅલ લીડર એકહાર્ટ ટોલે’ પ્રથમવાર તેમના પુસ્તક “ધ પાવર ઓફ નાવ.”મા કરી છે અને આ શબ્દને સમજાવ્યો છે. તેની ચર્ચા વિશ્વભરમા અભ્યાસનો વિષય બની છે. માનવીય તક્લીફનાં વિસ્તરણ અને તેના કારણો આ પુસ્તકમાં ખુબ સરસ રીતે વર્ણવ્યા છે.
આપણાં શાસ્ત્રમાં કહ્યું છે કે સર્વ દુ:ખોનું કારણ મન છે અને આ પેઇન બોડીએ મનનું એવું આવરણ છે, જે સતત અજાગૃત રીતે વ્યક્તિને તકલીફ આપતું રહે છે, દુ:ખ પહોંચાડતું રહે છે. કેવી રીતે બને છે આ પેઇન બોડી… ? વ્યક્તિ જીવનમાં કોઈને કોઈ તબક્કે કોઈ દુ:ખદ ઘટનામાંથી પસાર થયો જ હોય છે એ ઘટનાથી ભૂતકાળમાં અનુભવેલું” ઈમોશનલ પેઈન”… જે હજુ આપણી અંદર જીવિત છે. ધીમે ધીમે એ તકલીફ આપણી સમગ્ર ચેતના ઉપર તેનું આવરણ બનાવી દે છે, તેમાંથી સર્જાય છે પેઇન બોડી ! બાળપણથી લઈ અને અત્યાર સુધી જીવનના તમામ માઠા અનુભવોમાંથી મળેલા આઘાતો એ પેઇન બોડીને વધુ સક્રિય બનાવે છે. મન માં ઉદભવતી લાગણીઓ, વિચારો, અનુભૂતિ, અને આઘાત માંથી મનની જે અવસ્થા બને છે, એ ખરેખર ખૂબ જ પીડાદાયક હોય છે. મનોવિજ્ઞાનની ભાષામાં માનસ ચિકિત્સકો તેને ’ઈમોશનલ સ્ટ્રેસ ડિસોર્ડર’પણ કહે છે. જે અત્યારનાં સમયમાં બહુ સામાન્ય રીતે લોકોમાં જોવા મળે છે
- Advertisement -
સમયની સાથે દોડ લગાવી કાળને જીતી લેવાની હોડમાં ઉતરેલો માનવી જીવનમાં સતત દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવાનો આગ્રહી બનતો જાય છે. જીવનના કોઈ લક્ષ્યને સિદ્ધ કરવા કરેલા અથાક પ્રયત્નો, અચાનક જ સંબંધોમાં આવેલી ઓટ, કોઈ પ્રિય વ્યક્તિ સાથેની રિલેશનશીપમાં આવતું ઓચિંતું બ્રેક -અપ…ઘણા કારણો હોય શકે ! પણ પરિણામ લગભગ સરખું આવતું હોય છે. વ્યકિતના મનમા ભય, બેચેની, નિરાશા, હતાશાની લાગણીઓ જન્મે છે અને તે જીવનનાં આનંદને ગુમાવી બેસે છે. સ્મરણ એ માનવ મન માટે સહજ બાબત છે. ભૂતકાળમાં થયેલો અસ્વીકાર, અપમાન, અત્યાચાર ,કે તિરસ્કાર જેવી દુભાયેલી લાગણી ભૂલી નથી શકાતી ત્યારે તેમાંથી પેઇન બોડી નું નિર્માણ થતું હોય છે. એ તકલીફ મનને ખૂબ દઝાડતી રહે છે. કઈ રીતે શાતા મળી શકે આ અંતરમનની પેઇન બોડીને ? કઈ રીતે નિવારી શકાય આ તકલીફ ?મેડિકલ સાયન્સમાં તેનો ઈલાજ શુ છે ? આ બાબતે થયેલા સંશોધનો ના તારણોનુ મંતવ્ય શું છે ? આ બધા પ્રશ્ર્નોનો જવાબ “ધ પાવર ઓફ નાવ” આપેલા છે. આ મનોવેદનામાંથી બહાર નીકળવા માટે ફક્ત બે બાબતો જરૂરી છે,.. ઇન્ટેલિજન્સી અને અવેરનેસ એટલે કે બુદ્ધિમતા અને સભાનતા! સાદા શબ્દમાં સંજોગોને સ્થિત પ્રજ્ઞ રીતે મૂલવતા શીખવું અતિ આવશ્યક છે.
દરરોજનાં રોજિંદા જીવનમાં બનતાં બનાવો કે ઘટના ક્રમમાં માનવ મનને સ્થિરતા આપવા માટે અગત્યના બે પાયારૂપ સ્તંભ એટલે કે લાગણી અને બુદ્ધિ! જીવન લાગણીના આઘાતમાંથી પસાર થઇ ગયા પછી બુદ્ધિપૂર્વક તટસ્થ રહી અને ઘટનાની સંપૂર્ણ આલોચના કરવી જોઈએ. વાસ્તવિક સ્વરૂપમાં ઘટના કે વ્યક્તિને મૂલવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનમાં લાગણીથી લેવાયેલા દરેક નિર્ણયો હંમેશા લક્ષ્ય સિદ્ધિ કે આનંદ જ આપે એવું જરૂરી હોતું નથી… આ સત્યનો સહજ ભાવે સ્વિકાર કરવો જરૂરી છે.બુદ્ધિને અગ્રીમ સ્તર ઉપર રાખી અને વિચારસરણીને બદલવી જોઈએ. આથી આ પીડા માંથી રાહત મેળવી શકાય છે. આ સાથે જ માનસિક સભાનતા પણ એટલી જ અગત્યની છે.વિતેલી ક્ષણો માત્ર ભૂતકાળ છે, એ ફરી થી જીવી શકાય નહીં! એ પીડા એ ક્ષણ સાથે વીતી ગઈ છે, એનું સ્વાભાવિક રીતે વિસ્મૃતિમાં પરિવર્તન થવું ખૂબ જ અગત્યનું છે. ભૂતકાળનાં પૂર્વગ્રહો નો સાહજિક વિગ્રહ થવો જરૂરી છે. આ એક ક્રમિક પ્રક્રિયા જે તાત્કાલિક પરિણામો નથી આપતી. પરંતુ સમયાંતરે સમસ્યાનો ચોક્ક્સ ઈલાજ કરે છે.સમયની સાથે માનસ પીડાનું વહન થવાથી આ પેઇન બોડીમાંથી મુક્તિ મેળવી શકાય છે. મનનાં આવેગોનું પરાવર્તન ખૂબ જરૂરી છે.
આપણા ધાર્મિક શાસ્ત્રમાં પેઇન બોડી વિશેના ચૈતસિક સંશોધનો આપેલા છે. આ પીડામાંથી મુક્તિ માટે ધ્યાન અને યૌગિક ક્રિયાઓને મહત્વ આપવામાં આવ્યું છે. ધ્યાન એ આંતરમનની એવી અવસ્થા છે જ્યાં અજાગૃત મન જીવંત ચેતના ઓને આદેશ આપે છે.! એ આદેશો દ્વારા ભૂતકાળના આઘાતો, પીડા, અને દુર્ભાગ્યને વર્તમાન સમય માંથી ડીલીટ કરવાની સમજણ આપવામાં આવે છે. ડરામણા વિચારો, અકારણ ચિંતા કે કાલ્પનિક ભય માટે અજાગૃત મનમાં રહેલા પૂર્વગ્રહ જ જવાબદાર હોય છે. જ્યારે આપણે લાગણી અને બુદ્ધિ બન્ને ને સભાનતાપૂર્વક વર્તમાન ક્ષણથી જુદી પાડી શકીશું અને જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં સ્થિર થઈ જીવતાં શીખીશું ત્યારે ચોક્કસ આ પીડાદાયક પેઈન બોડીમાંથી મુક્તિ મેળવી શકીશું.