30% લોકોમાં હાર્ટ એટેકનું પહેલું લક્ષણ મૃત્યુ: જોકે છાતીના દરેક દુ:ખાવા હાર્ટ એટેક નથી હોતા: ડો. મિહિર તન્ના
સડન કાર્ડિયાક એરેસ્ટના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ મોતને ભેટે છે
- Advertisement -
હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. મિહિર તન્નાએ 80,000થી વધુ હાર્ટના ઓપરેશન કરી દર્દીઓને નવજીવન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. નાની ઉંમરમાં હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે મૃત્યુનું કારણ બની રહ્યો છે. ઘણાં કિસ્સાઓમાં હૃદયરોગનો હુમલો અચાનક આવે છે અને સ્થળ પર જ મૃત્યુ થાય છે. જો કે હાર્ટ એટેકના કેટલાક એવા લક્ષણો છે જેની ઓળખ કરવાથી આ રોગને સમયસર ઓળખી શકાય છે, જેના કારણે દર્દીનો જીવ બચી શકે છે. આ અંગેના લક્ષણો શું છે અને હૃદયરોગથી કેવી રીતે બચી શકાય, તે અંગેની સંપૂર્ણ માહિતી રાજકોટનાં વિદ્યાનગર મેઇન રોડ ઉપર આવેલી પ્રખ્યાત ઓલ્મપસ હોસ્પિટલના એમ.ડી., ડી.એન.બી. (કાર્ડિયોલોજી) ડાયરેકટર અને ચીફ ઈન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. મિહિર તન્નાએ આપી છે. ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન ડો. મિહિર તન્નાએ જણાવ્યું હતું ખરાબ જીવનશૈલી, ખાવાની ખોટી આદતો અને કોવિડ વાયરસના કારણે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે અને ખાસ વારસાગત પણ હાર્ટ એટેક આવવાનું એક કારણ હોય છે. જો તમારા પરિવારમાંથી કોઈને હાર્ટ એટેક આવે તો તમને પણ આવી શકે છે. અને હા, માત્ર રાજકોટ જ નહીં પરંતુ અમદાવાદમાં પણ ડૉ. મિહિર તન્નાની સારવાર દર્દીઓને મળી રહે છે. અમદાવાદ એસ.જી. હાઈવે સોલા પાસે આલ્ફા મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ કે જ્યાં તમામ પ્રકારની આધુનિક સારવાર હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે.
- Advertisement -
આ ઉપરાંત ડાયટમાં જંક ફૂડ લે છે, દારૂ અને ધુમ્રપાનનું વ્યસન પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. આ સાથે કોરોના વાયરસના કારણે હૃદયની ધમનીઓમાં લોહીના ગંઠાઈ જવાના કારણે હાર્ટ એટેક પણ આવે છે.
બ્લડ ક્લોટ થવાના કારણે હૃદયનું કાર્ય યોગ્ય રીતે થઈ શકતું નથી અને તેના કારણે બ્લડ પમ્પિંગમાં તકલીફ થાય અને હાર્ટ એટેક આવે છે.
વધુ પડતું ખાવાથી હૃદયરોગનો હુમલો આવી શકે છે. હાર્ટ એટેક આવવાનો રેશિયો એટલે કે રોડ અકસ્માત અને કેન્સરથી થતાં મૃત્યુની સાથે જ હાર્ટ એટેકથી થતાં મૃત્યુનો રેશિયો એકસરખો જ છે. વધુમાંં હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડો. મિહિર તન્નાએ જણાવ્યું હતું કે હૃદયરોગના લક્ષણો વ્યક્તિગત અને હૃદયરોગના પ્રકારને આધારે બદલાય છે. દરેક છાતીના દુ:ખાવો હાર્ટ એટેક નથી હોતો એમ દરેક હાર્ટ એટેક છાતીનો દુ:ખાવો પણ નથી હોતો. 30 ટકા લોકોમાં હાર્ટ એટેકનું પહેલું લક્ષણ મૃત્યુ હોય છે. કઈપણ પૂર્વલક્ષણ વિના અચાનક મૃત્યુ થવાનું પણ હાર્ટ એટેકનું લક્ષણ બની શકે છે અને જે લોકોને લક્ષણ આવે છે એવા 70 ટકા લોકો છે જેમાં લક્ષણો હોય છે જેવા કે છાતીના વચ્ચેના ભાગમાં દબાણ થવું, પેટના ઉપરના ભાગમાં બળતરા થવી, ઘણીવાર વાસામાં દુ:ખાવો થવો, ખૂબ થાક લાગવો, શ્ર્વાસ ચડવો અને ચક્કર આવીને પડી જવું, આ બધા હાર્ટ એટેકના લક્ષણો હોય શકે છે. જો આવા લક્ષણો જણાય તો તુરંત જ આસપાસની હોસ્પિટલે જતાં રહેવું વધુ હિતાવહ છે. કાર્ડિયોગ્રામ અને ઈકોના રિપોર્ટ કરાવવા અને ખાસ મહત્ત્વનું કે આ બંને રિપોર્ટ નોર્મલ હોય તો પણ હાર્ટ એટેક ન આવે તેવું હોતું નથી. યુવાનોમાં હાર્ટ એટેક વધુ આવવાના કારણો સ્મોકીંગ અને સ્ટ્રેસફૂલ લાઈફ સ્ટાઈલ છે. કોવિડ થયો છે તેવા લોકોની હૃદયની નળીઓને ખૂબ મોટું નુકસાન થયું છે. સિવિઅર કોવિડ થયો હોય તેને હાર્ટ એટેક વધુ આવવાના ચાન્સ હોય છે.
સડન કાર્ડિયાક એરેસ્ટ વખતે હૃદય ધબકવાનું બંધ કરી દે છે અને બાકીના શરીર સુધી લોહી પહોંચતું નથી
હાર્ટ એટેક અને સડન કાર્ડિયાક એરેસ્ટ વચ્ચે શું તફાવત?
હાર્ટ એટેક આવે ત્યારે લક્ષણો જણાય છે. જ્યારે સડન કાર્ડિયાક એરેસ્ટમાં દર્દીનું અચાનક મૃત્યુ થાય છે. આવું અચાનક અણધાર્યુ તત્કાલ મૃત્યુ મોટાભાગના કિસ્સાઓમાં હૃદય બંધ પડી જવાથી થાય છે જેને ‘સડન કાર્ડિયાક એરેસ્ટ’ કહેવાય છે. મોટાભાગના લોકો સડન કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક વચ્ચેનો તફાવત જાણતા નથી કારણ કે સડન કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બનનારનું જીવન બચાવવામાં સમય મહત્ત્વપૂર્ણ છે તેથી જ આ તફાવત સમજવો જરૂરી છે. હૃદયની ઈલેકટ્રીકલ સિસ્ટમ છે જે સડન કાર્ડિયાક એરેસ્ટના કારણે અસર પામે છે. સડન કાર્ડિયાક એરેસ્ટ વખતે હૃદય ધબકવાનું બંધ કરી દે છે અને બાકીના શરીર સુધી લોહી પહોંચતું નથી અને આ તમારા ઘરની વીજળી ગુલ થાય તેવી વાત છે. હાર્ટ ‘ઈલેકટ્રીસીટી’ ફરીથી ચાલુ થવી જરૂરી છે જે સામાન્ય રીતે ઈલેકટ્રીકલ શોકથી થઈ શકે છે. આમ સડન કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકમાં જમીન આસમાનનો ફેર છે. જો કે છાતીના વચ્ચેના ભાગમાં પમ્પિંગ કરવામાં આવે તો અચાનક થતાં મૃત્યુને રોકી શકાય છે તેવું અંતમાં ડો. મિહિર તન્નાએ જણાવ્યું હતું.
હાર્ટ એટેકના લક્ષણો સ્ત્રીઓ અને પુરૂષોમાં અલગ-અલગ હોઈ શકે છે
હાર્ટ એટેક પુરૂષો કરતાં સ્ત્રીઓમાં વધુ ખતરનાક અને જીવલેણ છે. હાર્ટ એટેકથી પીડિત 50 ટકા મહિલાઓમાં જ આ સમસ્યા જોવા મળી છે. પુરૂષોમાં હાર્ટ એટેકના લક્ષણો જેમાં છાતીમાં દુ:ખાવો અથવા બેચેની, શ્ર્વાસની સમસ્યા, ડાબા જડબામાં દુ:ખાવો, ઉબકા અને સ્ત્રીઓમાં પીઠમાં દુ:ખાવો, ગરદન અથવા જડબામાં દુ:ખાવો, હાર્ટબર્ન, ચક્કર, ઉબકા અને શ્ર્વાસની તકલીફ અને પરસેવો વળવો.
હૃદયને લગતી તકલીફોથી બચવા જીવનશૈલીમાં સુધારો જરૂરી: ડો. મિહિર તન્ના
જંક ફૂડને બદલે હેલ્ધી ફૂડ ખાઓ.
દરરોજ યોગ અને પ્રાણાયામ કરો.
વોકિંગ-જોગિંગ પર જાઓ.
સાયક્લિગં કરો.
મહિનામાં એકવાર બ્લડપ્રેશર માપવું.
6 મહિનામાં કોલેસ્ટ્રોલ.
3 મહિનામાં બ્લડ સુગર.
6 મહિનામાં આંખનો ટેસ્ટ.
વધુ ફાઈબર ખાઓ.
લોહીનું દબાણ.
કોલેસ્ટ્રોલ.
સુગરનું સ્તર.
શરીરનું વજન.
પાણીનું સેવન વધારવું.
મીઠું અને ખાંડ અવોઈડ કરો.
બદામ ખાઓ, આખું અનાજ ખાઓ.
દર વર્ષે ફૂલ બોડી ચેકઅપ કરાવવું.
ડૉ. મિહિર તન્ના નવરાશની પળોમાં હળવું મ્યુઝિક સાંભળે છે
2005થી કાર્ડિયોલોજીની પ્રેક્ટિસ શરૂ કરી અને અત્યાર સુધીમાં હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડો. મિહિર તન્નાએ 80,000થી વધુ હાર્ટના ઓપરેશન કરી દર્દીઓને નવજીવન આપ્યું છે. ડો. મિહિર તન્ના નવરાશની પળોમાં હળવું મ્યુઝિક સાંભળે છે. નાની ટ્રીપ ફેમિલી સાથે કરવાની, નાનો બ્રેક લઈ હળવાશ અનુભવી લેવાનું પસંદ કરે છે. જીમ રેગ્યુલર કરવાનું પસંદ કરું છું અને જમવામાં દેશી ફૂડ જેમાં રોટલો અને રીંગણાનો ઓળો મારું ફેવરિટ ફૂડ છે. અતિશય સુગર, મીઠાઈ, ચોકલેટ અવોઈડ કરવાનું પસંદ કરું છું. તમારા બાળકોને પણ સુગરથી દૂર રાખવા જણાવ્યું હતું.