ચંદ્રયાન ભ્રમણકક્ષામાં પહોંચી ગયું
ખાસ-ખબર સંવાદદાતા
ચંદ્રયાન-2ના લોન્ચિંગના 3 વર્ષ, 11 મહિના અને 23 દિવસ પછી ભારતે શુક્રવારે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું. તેને બાહુબલી રોકેટ કટખ3-ખ4 દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.35 કલાકે અવકાશમાં મોકલવામાં આવ્યું છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ અન્ય વૈજ્ઞાનિકો સાથે મિશન કંટ્રોલ રૂમમાં છે. ચંદ્રયાન-3 અવકાશયાનમાં ત્રણ લેન્ડર/રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લગભગ 40 દિવસ પછી એટલે કે 23 કે 24 ઓગસ્ટે લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે.
- Advertisement -
ચંદ્રયાન-3ને ચંદ્રની ઓર્બિટમાં બાહુબલી રોકેટ સ્થાપિત કરશે. આ એ જ રોકેટ છે જેણે સફળતાપૂર્વક આ કામ 3.5 વર્ષો પહેલાં ચંદ્રયાન-2 માટે કર્યું હતું. આ ભારત અને ભારતીય અંતરિક્ષ સંસ્થાન દ્વારા તૈયાર કરેલું સ્પેશિયલ રોકેટ છે.
Chandrayaan-3 mission: Spacecraft lifts off successfully from Sriharikota
Read @ANI Story | https://t.co/8fATRuqkzy#ISRO #Chandrayaan3 #Sriharikota pic.twitter.com/2Pj1frPCBh
- Advertisement -
— ANI Digital (@ani_digital) July 14, 2023
ચંદ્રયાન-3
ભારતના ત્રીજા ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-3’ આજે બપોરે 2.35 કલાકે ચંદ્ર તરફ ઉડાન ભરી. 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મિશન લગભગ 42 દિવસની મુસાફરી બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડ કરશે.ભારત ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ લગાવનાર ચોથો દેશ બનશે. માત્ર ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ લગાવનાર ચોથો દેશ જ નહીં, ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચનાર પ્રથમ દેશ પણ બનશે. આ એ જ વિસ્તાર છે જ્યાં ચંદ્રયાન-1 દરમિયાન મૂન ઈમ્પેક્ટ પ્રોબ છોડવામાં આવી હતી અને ઈસરોએ પાણી શોધી કાઢ્યું હતું. ચંદ્રયાન-2નું ક્રેશ લેન્ડિંગ અહીં થયું હતું.