જૂનાગઢ 108 એમ્બ્યુલન્સે અધૂરા મહિને ડિલિવરી કરાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
માળિયા તાલુકાના ખોરાસા ગામે રહેતા બેનને ડિલિવરીનો દુ:ખવો થવાથી 108 નો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે ગડુ 108માં ફરજ બજાવતા ઇએમટી ઈરફાન બ્લોચ અને પાયલોટ દેવરતભાઈ તુરંત ખોરાસા ગામમાં પહોંચી ગયા હતું અને બેનને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પીટલ જવા નીકળ્યા હતા પરુંતું રસ્તામાં બેનને ડિલિવરીનો અસહ્ય દુ:ખાવો થવાથી 108 એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી પડી હતી.
બેહનને અધૂરા મહિના 7 મહિના હતા અને ડિલિવરી બાદ બાળક રડતું ન હતું અને હદયના ધબકારા પણ મળતા ન હતા. આવી પિર્થિતિમાં 108 ટીમ દ્વારા સીપીઆર સાથે કુત્રિમ શ્વાસ ઓકસીજન નવજાત બાળકને આપ્યું હતું અને બાળકને નવું જીવન આપેલ અને અમદાવાદ હેડ ઓફિસના ડો.જે.ડી. પટેલ સાથે ફોનમાં વાત કરી માતા અને બાળકને જરૂરી સારવાર 108માં આપી ચોરવાડ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ બાળકની હાલત નાજુક હોવાથી બાળકને 108 મારફત કેશોદ હોસ્પિટલમાંમાં રિફર કરવામાં આવેલ અત્યારે માતા અને બાળક ની તબીયત સારી છે. આમ 108 એમ્બ્યુલન્સની સેવાને લીધે બે અમૂલ્ય જીવ ને નવું જીવન મળ્યું હતું આ સારી કામગીરી બદલ જુનાગઢ જિલ્લાના અઘિકારી યુવરાજ સિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર આકાશ દ્વારા 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓની સરહારનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.