ગ્રેસ માર્ક્સવાળા 1563 વિદ્યાર્થીની 23 જૂને પરીક્ષા; એક્ઝામ નહીં આપે તો જૂનું પરિણામ ગ્રેસ માર્ક્સ વગર જાહેર થશે
ફરીથી પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં: પરિણામોમાં ગેરરીતિના વિરોધમાં વિદ્યાર્થીઓએ 9 જૂને નવી દિલ્હીમાં NAT વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષામાં ગેરરીતિઓ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે ગ્રેસ માર્ક્સ મેળવનાર 1563 ઉમેદવારોના સ્કોરકાર્ડ રદ કરવામાં આવશે. આ પછી, ગ્રેસ માર્ક્સ વિના સ્કોર કાર્ડ જારી કરવામાં આવશે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું- આ ઉમેદવારો માટે 23 જૂને ફરીથી પરીક્ષા લેવામાં આવશે. પરિણામ 30 જૂન પહેલા જાહેર કરવામાં આવશે. જેથી જુલાઈમાં શરૂ થતા કાઉન્સેલિંગને અસર ન થાય અને 6 જુલાઈની પહેલાથી જ નક્કી કરેલી તારીખથી તમામ બાળકોનું કાઉન્સેલિંગ એકસાથે થઈ શકે. પરીક્ષામાં બેસવા માંગતા ન હોય તેવા ઉમેદવારનું પરિણામ ગ્રેસ માર્ક્સ વિના જૂના સ્કોરકાર્ડના આધારે જ ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટ કેન્દ્રના આ પ્રસ્તાવને ફગાવી દેશે. પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદને લઈને ઘણા રાજ્યોની હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે આ ફરિયાદો પર હાઈકોર્ટમાં સુનાવણી નહીં થાય. મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ UG (NEET UG) પરીક્ષા દેશભરમાં લેવાઈ હતી.
ગુજરાતમાંથી અંદાજે 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને દેશમાંથી 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેપર લીકના આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે તેના કોઈ પુરાવા નથી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ’NTA’ પરના ભ્રષ્ટાચારના આરોપો પાયાવિહોણા છે. તે ખૂબ જ વિશ્વસનીય સંસ્થા છે. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે અને અમે તેના નિર્ણયનું પાલન કરીશું. અમે સુનિશ્ચિત કરીશું કે કોઈ વિદ્યાર્થીને નુકસાન ન થાય. અગાઉ 11 જૂને સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થી શિવાંગી મિશ્રા અને અન્ય 9 વિદ્યાર્થીઓની અરજી પર સુનાવણી કરી હતી. પરિણામની જાહેરાત પહેલાં 1 જૂનના રોજ ફાઇલ કરવામાં આવી હતી. ઉમેદવારોએ બિહાર અને રાજસ્થાનનાં પરીક્ષા કેન્દ્રો પર ખોટા પ્રશ્નપત્રોના વિતરણને કારણે અનિયમિતતા અંગે ફરિયાદ કરી હતી અને પરીક્ષા રદ કરવા અને SIT તપાસની માગ કરી હતી. જો કે, જઈએ NEET કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને NTA ને નોટિસ જારી કરી હતી. કોર્ટે NEET-UG 2024માં પેપર લીક, ગ્રેસ માર્કિંગ અને અન્ય અનિયમિતતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એ. અમાનુલ્લાની બેન્ચે કહ્યું હતું કે, પરીક્ષાની પવિત્રતા પર અસર થઈ છે, અમને જવાબ જોઈએ છે. નોટિસમાં બેન્ચે કેન્દ્ર અને પરીક્ષા આયોજક એજન્સી NTA પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આ મામલામાં આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે. સાથે જ NTAએ કહ્યું છે કે પરીક્ષા સાચી છે.
- Advertisement -
દિલ્હી હાઈકોર્ટે NTAને નોટિસ ફટકારી
12 જૂનના રોજ, દિલ્હી હાઈકોર્ટે NEET UGપરીક્ષામાં ગ્રેસ માર્ક્સ આપવા અને કથિત પેપર લીક સંબંધિત 4 નવી અરજીઓની સુનાવણી કરી હતી. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે NTAને નોટિસ જારી કરી છે. કોર્ટે આગામી સુનાવણીની તારીખ 5 જુલાઈએ રાખી છે. આમાં સુનાવણી રોસ્ટર દ્વારા કરવામાં આવશે. ચાર ઉમેદવારો, આદર્શ રાજ ગુપ્તા, કેયા આઝાદ, મોહમ્મદ ફિરોઝ અને અન્વેદ્ય વી, જેમણે NEET પરીક્ષા આપી હતી, તેમણે દિલ્હી HCમાં અરજી કરી છે. જેમાં ગઝઅ પર પરિણામમાં મનસ્વી રીતે ગ્રેસ માર્ક્સ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
‘ગેરરીતિથી વિશ્ર્વસનિયતા ઘટી’:SC
NEET-UG પરિણામ જાહેર થયા બાદથી વિદ્યાર્થીઓ NTA પર ભડક્યા હતા. મેડિકલના વિદ્યાર્થીઓએ પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ANITA પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. વિદ્યાર્થીઓનું માનવું હતું કે આ વખતે પરીક્ષામાં કેટલીક ગેરરીતિ જોવા મળી. ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે 67 વિદ્યાર્થીને ફુલ માર્ક્સ મળ્યા. આ સિવાય એક જ સેન્ટરમાંથી ઘણા ટોપર્સ આવવાથી પણ NEET શંકાના દાયરામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા હતા.NEET પરીક્ષાને લઈને NTA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓનું પૂર આવ્યું હતું. મેડિકલ વિદ્યાર્થીઓનું આંદોલન શેરીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી ચાલ્યું હતું. આજે સુપ્રીમ કોર્ટમાં NEETપરીક્ષાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ અને પુન: પરીક્ષા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.