ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, 9 જૂન અંતિમ તારીખ
માત્ર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ માસમાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં કોઈ વિદ્યાર્થી નાપાસ થયા હોય, પરીક્ષામાં ગેરહાજર રહ્યા હોય એવા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત બોર્ડના વિજ્ઞાન પ્રવાહ વિભાગના નાયબ નિયામક ટી. કે. મહેતાએ કરી છે. બોર્ડના જણાવ્યા મુજબ પરીક્ષા માટેના આવેદનપત્રો સ્વીકારવાનું શરૂ થઈ ગયું છે. માત્ર ઓનલાઇન આવેદનપત્ર સ્વીકારવામાં આવશે. ટપાલમાં કે રૂબરૂમાં પરીક્ષાના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ઓનલાઇન ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ
9 જૂનના સાંજે 5:00 વાગ્યા સુધીની રહેશે.
બોર્ડના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ પરીક્ષા ફોર્મ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઇન ભરવાનું રહેશે અને ફોર્મ ભરવાની તથા ફી ભરવાની સમગ્ર પ્રક્રિયા શાળાઓ મારફત જ કરવાની રહેશે.
જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં નાપાસ થયા છે અથવા તો ગયા માર્ચ માસની પરીક્ષામાં ગેરહાજર રહેલા છે તેવા વિદ્યાર્થીઓની વિગતો બોર્ડ દ્વારા શાળાઓને મોકલી દેવામાં આવી છે. ક્ધયાઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી નથી. તેથી આવા વિદ્યાર્થીઓને ફી ભરવાની નહીં રહે. પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવું પડશે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિસ્તૃત માહિતી પણ બોર્ડે તેમની વેબસાઈટ પર મૂકી છે.