ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી જૂનાગઢનાં અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતા અને શોધ સ્કોલર્સ વિદ્યાર્થીઓ દ્વારા આજે ગુરૂવંદના દ્વારા ગુરુ પુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
નરસિંહ મહેતા યુનિ.નાં વિવિધ ડિપાર્ટમેન્ટ વાઈઝ થયેલ ઉજવણી દરમ્યાન કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહ ચૈાહાણે અધ્યક્ષીય ઉદબોધનમાં વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાની શીખ આપતા જણાવ્યુ હતુ કે ગુરૂપૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. ગુરુ શબ્દનો અર્થ જોઇએ તો અજ્ઞાનનાં અંધકાર દૂર કરે છે. ગુરુ શિષ્યને પોતાના જ્ઞાનથી સાચા માર્ગ પર દોરી જાય છે અને તેમની પ્રગતિમાં મદદ કરે છે.પ્રો. ચૈાહાણે પોતાનાં ગ્રામિણ જીવનથી શરૂ કરેલ શિક્ષણયાત્રાની સફરનાં સોપાનોને વર્ણવતા જણાવ્યુ હતુ કે શિક્ષણ એ વિકાસની ક્ષિતીજો સર કરવા અમોધ શસ્ત્ર છે. પ્રધાનમંત્રીશ્રીનાં વિકાસીત ભારતની સંકલ્પનાં સર કરવા ભારતનાં યુવાધનને પોતાની શક્તિઓને નિખારવા કઠોર મહેનત અને શ્રેષ્ઠ શિક્ષણથી રાષ્ટ્રનું નામ વિશ્વ કક્ષાએ ઉન્નત બને તે દિશામાં યોગદાન આપવા જણાવ્યુ હતુ. પ્રબળ પુરુષાર્થથી જ ભગવત-સાક્ષાત્કાર સંભવ છે.
- Advertisement -
સંસારમાં દરેક વ્યક્તિ ઉત્કર્ષને ઈચ્છે છે તેને મહેનતુ બનવાની જરૂર છે, મહેનત કરવામાં કશી જ નાનપ નથી એ વાત હૈયામાં નોંધી રાખવા જેવી છે. મહેનતુ માનવીને સૌ કોઈ ચાહે છે અને તેને માન આપે છે. મહેનતુ માનવી જ પોતાનું લક્ષ્ય હાંસલ કરવામાં કામિયાબ નીવડે છે એ તમે ક્યારેય ભૂલશો નહિ.આચાર્ય ચાણક્ય પણ આ વાતનું સમર્થન કરતાં કહે છે ‘કિં દૂરં વ્યવસાયિનામ્’ મહેનતુને શું દુર્લભ છે? એટલે કે તે બધું જ પામી શકે છે. ફળની આશા રાખ્યા વિના કર્મ કર્યે જવુ, કર્મને સ્વાર્થ સાથે ના જોડતા પરમાર્થ સાથે જોડવુ જોઈએ.