ખાસ ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓમાં રોષ ભભુક્યો છે. એસટીના 40,000 કર્મચારીઓને ગ્રેડ-પે અને 11 ટકા મોંઘવારી આપવાની ખાતરીનું પાલન નહીં કરતાં રાજકોટ સહિત રાજ્યભરમાં એસટી બસોના પૈડાં થંભાવી દેવાની ચીમકી આપી છે.
- Advertisement -
મળતી વિગતો અનુસાર, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓએ 6 મહિના પહેલાં આંદોલન કરતા સરકારે લેખિતમાં ગ્રેડ પે અને 11 ટકા મોંઘવારી આપવાના વચન આપ્યા હતા. આ વચન આપ્યાને 6 મહિના થઈ ગયા હોવા છતાં કોઈપણ માંગ સંતોષવામાં આવી નથી. જેને કારણે કર્મચારીઓમાં રોષ ભભુક્યો છે. માંગ ન સંતોષાતા કર્મચારીઓ વધુ એક વખત આંદોલનના માર્ગે જાયે તેવા અણસાર લાગી રહ્યા છે.
કર્મચારી આગેવાનોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ત્રણેય યુનિયનોની બનેલી સંકલન સમિતિની એક મહત્વની મીટિંગ રાખવામાં આવી છે. જેમાં કર્મચારીઓને ગ્રેડ-પે અને મોંઘવારીનો તાત્કાલિક લાભ આપવામાં આવે તે મુખ્ય મુદ્દો ચર્ચાશે. તેમજ આંદોલન ફરીથી કરવા અંગેની રણનીતિ ઘડવામાં આવશે. જો સરકાર કોઈ હકારાત્મક વલણ નહીં દાખવે તો નાછૂટકે રાજકોટ સહિત રાજ્યભરમાં એસટી બસોના પૈડાં થંભાવી દેવાની પણ વિચારણા કરીશું.