કોલ ડ્રોપ અને નિમ્ન સ્તરના વિડીયો સ્ટ્રીમીંગની ફરિયાદોને લઈને ટ્રાઈ લેશે, એકશન: કંપનીઓ ધોરણો નહીં જાળવે તો લાગશે લાખો રૂપિયાનો દંડ
દેશમાં 5G સેવાઓ સુધારવા માટે કડક નિયમો બનાવવામાં આવશે. આથી ગ્રાહકોને વિડીયો કોલીંગ, સ્ટ્રીમીંગ અને કોલમાં કોઈ પ્રકારની મુશ્કેલી નહી રહે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)એ આ મામલે દૂરસંચાર (ટેલિકોમ) કંપનીઓ સાથે વાતચીત પુરી કરી લીધી છે અને આશા રખાઈ રહી છે કે આગામી બે મહિનામાં નવા નિયમો લાગુ કરવામાં આવશે.
- Advertisement -
હજુ સુધી કોઈ નિશ્ચિત ધોરણો નથી
હાલમાં દેશમાં 5Gના કાર્યપ્રદર્શન અને ગુણવતા તપાસ માટે કોઈ નિશ્ચિત ધોરણો નથી. ટ્રાઈના અનુસાર અનેક ગ્રાહકોને ખરાબ કોલ ગુણવતા, કોલ ડ્રોપ, કોલ મ્યુટીંગ અને ફોનને 5Gથી જોડવામાં પરેશાની આવી રહી છે. આ ઉપરાંત 5Gની સ્પીડને લઈને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે વિભિન્ન કારણોને લઈને અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થઈ રહી છે, જેને ઝડપથી દૂર કરવાની જરૂરત છે.
4Gમાં પણ ફેરફાર
અધિકારીએ એ પણ જણાવ્યું હતું કે દૂરસંચાર નિયામક ટ્રાઈ 4G સેવાઓ માટે હાલના ગુણવતા ધોરણોમાં પણ સંશોધન કરશે. હજુ પણ અનેક ગ્રાહકોને 4G સેવા મળી રહી છે, જેની ખરાબ ગુણવતાની ફરિયાદો પણ સતત મળતી રહી છે. ટ્રાઈના નવા મુસદામાં ટેલિકોમ કંપનીઓ માટે પાલન પ્રણાલીમાં પણ સંશોધન કરવામાં આવ્યું છે, જે ત્રૈમાસિક રિપોર્ટીંગના આધારે માસિક રિપોર્ટીંગના આધારે આવી જશે. એટલે કે હવે ત્રણ મહિનામાં અપાતું રિપોર્ટીંગ દર મહિને આપવામાં આવશે.
ડેટાના ઉતાર-ચડાવ પર વોચ રહેશે
કોલ નેટવર્ક અને ઈન્ટરનેટ ડેટામાં થતા ઉતાર-ચડાવમાં પણ વોચ રાખવામાં આવશે. તેના માટે નવી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવશે, જે નેટવર્કની સરેરાશ ગતિ નકકી કરશે.
- Advertisement -
તો કંપનીઓએ ભરવો પડશે મોટો દંડ
જો કંપનીઓ નિયમોનું પાલન નથી કરતી તે તેને દર ધોરણના આધારે ત્રણ લાખ રૂપિયાનો દંડ આપવો પડશે. આ ઉપરાંત ખોટા રિપોર્ટીંગની સ્થિતિમાં 10 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.
કંપનીઓ કરે છે વિરોધ
ટેલિકોમ કંપનીઓ 5G માટે આવનારા નવા ધોરણો સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે ધોરણોમાં મોટા ફેરફારની જરૂર નથી. સેવામાં સમસ્યા ભૌતિક ઘટકો કે હાર્ડવેરના ખરાબ પ્રદર્શનથી પણ પેદા થાય છે. આ સિવાય બહારના પણ કારણો હોય છે. અનેક રાજયો વિસ્તારોમાં પરિચાલન સાઈટોને વારંવાર બંધ કે સીલ કરી દે છે.