અનેક વિસ્તારોમાં માવઠાની પણ અંબાલાલ પટેલની આગાહી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ગુજરાતમાં હાલમાં પડી રહેલી ઠંડી વચ્ચે ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર સામે આવ્યા છે. શિયાળાની સિઝનમાં ફરી એકવાર રાજ્ય પર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. ગુજરાતમાં હાલમાં પડી રહેલી ઠંડી વચ્ચે ફરી કમોસમી વરસાદ થવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તાજેતરમાં કરેલી હવામાનની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. ખાસ કરીને દરિયામાં વધતી હલચલને કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને માવઠાની શક્યતા વધી રહી છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદથી લઈને સુપર સાયક્લોન સુધીની સંભાવનાઓ છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં 19 નવેમ્બરે લો પ્રેશર બનવાની શક્યતા છે. જેના પગલે નવેમ્બરના અંતમાં રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તો ડિસેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત સહિત દેશના મધ્ય ભાગોમાં ચક્રવાતની અસર થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, આજે રાજ્યમાં વધારે ઠંડી અનુભવાશે. સાથે જ તેમણે નવેમ્બરના અંતમાં ફરી વાર માવઠા જેવી સ્થિતિની આગાહી કરી છે. બંગાળના ઉપમહાસાગરમાં વાવાઝોડું બની શકે તેવી સંભાવના છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે આજે 19 નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની સંભાવના છે. સાથે જ તેમણે ડિસેમ્બરની શરૂઆતમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે.
ઠંડીનું જોર વધશે
અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ઠંડીમાં વધારો થશે. હવામાન નિષ્ણાંત અનુસાર પશ્ર્ચિમ સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી રહી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અંબાલાલ પટેલની આ કમોસમી વરસાદની આગાહીએ ફરી રાજ્યના ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.



