શ્રીનગર અને જમ્મુની વચ્ચે દર 6 મહિને થનારી દરબાર મૂવની પ્રથાનો આખરે અંત
દરબાર મૂવને ખતમ કરવાના નિર્ણયથી રાજકોષને દર વર્ષે 200 કરોડ રૂપિયાની બચત થશે
દરબાર મૂવને ખતમ કરવાના નિર્ણયથી રાજકોષને દર વર્ષે 200 કરોડ રૂપિયાની બચત થશે
અધિકારીઓનેઅપાયેલા આવાસખાલી કરવા આદેશ
ખાસ-ખબર સંવાદદાતા
જમ્મુ કાશ્મીરની જોડિયા રાજધાની શ્રીનગર અને જમ્મુની વચ્ચે દર 6 મહિને થનારી દરબાર મૂવની પ્રથાનો આખરે અંત આવ્યો છે. જમ્મુ કાશ્મીર સરકારે બુધવારે કર્મચારીઓને આપવામાં આવતા આવાસ વહેંચણીને રદ કરી દીધી છે. ઓફિસરોને આગામી 3 અઠવાડિયાની અંદર આવાસ ખાલી કરવાનો આદેશ કરાયો છે.
ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ 20 જૂને કહ્યું હતું કે – પ્રશાસને ઈ-ઓફિસનું કામ પૂરું કરી લીધું છે. જેના કારણે સરકારી ઓફિસોના વર્ષમાં બે વખત થનારા દરબાર મૂવની પ્રથાને ચાલુ રાખવાની કોઈ જરૂર નથી. જમ્મુ અને શ્રીનગરમાં દરબાર મૂવ અંતર્ગત જે અધિકારીઓને આવાસ વહેંચણી કરવામાં આવી હતી, તેમને 3 અઠવાડિયાની અંદર તેને ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.
દરબાર મૂવને ખતમ કરવાના નિર્ણયથી રાજકોષને દર વર્ષે 200 કરોડ રૂપિયાની બચત થશે. આ નિર્ણય પછી સરકારી ઓફિસ હવે જમ્મુ અને શ્રીનગર બંને જગ્યાએ સામાન્ય રીતે કામ કરશે. રાજભવન, સિવિલ સચિવાલય, બધા મુખ્ય વિભાગ અધ્યક્ષના કાર્યાલય પહેલાં દરબાર મૂવ અંતર્ગત જમ્મુ અને શ્રીનગરની વચ્ચે ઠંડી અને ગરમીની સિઝનમાં ટ્રાન્સફર થતી હતી.