શુક્રવારની સવારે BSE ઈન્ડેક્સ Sensex 38.16 પોઈન્ટ ઘટીને 60,166 પર ખૂલ્યું, ત્યાં જ NSEના નિફ્ટી 50 એ 14.75 પોઈન્ટના ઘટાડા સાથે 17,877.20 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું.
વૈશ્વિક બજારોથી વિપરીત આજે ભારતીય શેરબજારે લાલ નિશાન પર ખૂલીને ટ્રેડ કરી રહ્યું છે. જણાવી દઈએ કે શુક્રવારે 30 શેર વાળા BSE ઈન્ડેક્સ Sensex 38.16 પોઈન્ટ ઘટીને 60,166 પર ખૂલ્યું, ત્યાં જ NSEના નિફ્ટી 50 એ 14.75 પોઈન્ટના ઘટાડા સાથે 17,877.20 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું. નોંધનીય છે કે 26 જાન્યુઆરીની રજા પહેલા બુધવારે પણ શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું અને હાલ સેન્સેક્સ 275.81 પોઈન્ટ (-0.46%) ઘટીને 59,929.25 પર અને નિફ્ટી 87.25 પોઈન્ટ (-0.49%) ઘટીને 17,804.70 પર ટ્રેડ થઈ રહ્યો છે.
- Advertisement -
હાલ એવું દેખાઈ રહ્યું છે કે માર્કેટ ટ્રેડિંગ જેમ જેમ આગળ વધી રહ્યું છે એમ આ બંને મુખ્ય સૂચકાંકો ઝડપથી નીચે જઈ રહ્યા છે. જણાવી દઈએ કે બુધવારે સેન્સેક્સ 770 પોઈન્ટથી વધુ ઘટીને 60,331 ના સ્તર પર બંધ થયો હતો અને નિફ્ટી પણ 209 પોઇન્ટના ઘટાડા સાથે 18,000 ની નીચે બંધ થયું હતું. શુક્રવારે સવારે સેન્સેક્સ 485 પોઈન્ટ (0.81 ટકા) અને નિફ્ટી 125 (0.72 ટકા) ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
આજે કયા શેરમાં તેજી દેખાશે
બજારની આ સ્થિતિ વચ્ચે શુક્રવારે અમુક શેરોમાં તેજી જોવા મળી રહી છે અને કેટલાક શેરો શેરધારકોને રોકાણ કરવા માટે મનોબળ વધારી રહ્યા છે. જણાવી દઈએ કે ટાટા મોટર્સ નિફ્ટીમાં 6.50 ટકાના વધારા સાથે ટોપ ગેનર છે અને તેનું મુખ્ય કારણ કંપનીના જબરદસ્ત ત્રિમાસિક આંકડા છે. આ શેર પછી બજાજ ઓટો 5.72 ટકા, ITC 2.31 ટકા, ડોક્ટર રેડ્ડી 2.12 ટકા અને સિપ્લા 1.62 ટકાણઆ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ હિંડનબર્ગના રિપોર્ટની અસર પણ અદાણીના શેર પર દેખાઈ રહી છે. જણાવી દઈએ કે અદાણી એન્ટરપ્રાઇઝ 2.85 ટકા અને અદાણી પોર્ટ્સ 2.79 ટકા ઘટ્યા હતા. આ સિવાય, ICICI બેન્ક -2.57 ટકા, SBIN -2.16 ટકા અને એક્સિસ બેન્ક -2.13 ટકાનો ઘટાડો નોંધાયો છે.